ગુજરાતના ગોંડલમાં એક લગ્નમાં ઘટી અત્યંત વિચિત્ર અને ઐતિહાસિક ઘટના, એવું તો શું થયું કે કલાક પહેલા જ ફેરા ફરનાર નવદંપતિએ તલાક લેવાનો કરી નાખ્યો નિર્ણય !

|

Feb 01, 2019 | 4:58 AM

ગુજરાતના ગોંડલમાં એક લગ્નમાં અત્યંત વિચિત્ર અને ઐતિહાસિક ઘટના ઘટી. આવી ઘટના ભૂતકાળમાં ક્યારેય નહીં બની હોય. એક NRI યુવાને ગોંડલની એક યુવતી સાથે કોર્ટ મૅરેજ કર્યા અને 2 મહિના બાદ ગત 25 જાન્યુઆરીએ બંને પરિવારોએ સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. હજી તો લગ્ન કર્યાને એક કલાક જ થયો હતો કે અને લગ્ન તુટી […]

ગુજરાતના ગોંડલમાં એક લગ્નમાં ઘટી અત્યંત વિચિત્ર અને ઐતિહાસિક ઘટના, એવું તો શું થયું કે કલાક પહેલા જ ફેરા ફરનાર નવદંપતિએ તલાક લેવાનો કરી નાખ્યો નિર્ણય !

Follow us on

ગુજરાતના ગોંડલમાં એક લગ્નમાં અત્યંત વિચિત્ર અને ઐતિહાસિક ઘટના ઘટી. આવી ઘટના ભૂતકાળમાં ક્યારેય નહીં બની હોય.

એક NRI યુવાને ગોંડલની એક યુવતી સાથે કોર્ટ મૅરેજ કર્યા અને 2 મહિના બાદ ગત 25 જાન્યુઆરીએ બંને પરિવારોએ સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. હજી તો લગ્ન કર્યાને એક કલાક જ થયો હતો કે અને લગ્ન તુટી પણ ગયાં. એનઆરઆઈ વરે વગર કન્યાએ જાન લઈ પાછુ ફરવુ પડ્યું. ભોજનને લઈને એવો વિવાદ થયો કે પોલીસ સુદ્ધા બોલાવવી પડી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો : મોદી સરકારને વધુ એક સફળતા, વિદેશમાં વેશ બદલી ઐશ કરતો વધુ એક ભાગેડુ લાવવામાં આવશે ભારત, મહેશ ભટ્ટની હત્યા કરવા માંગતો હતો, જાણો કોણ છે આ અંડરવર્લ્ડ ડૉન !

ઘટનાની સમગ્ર રસપ્રદ માહિતી મુજબ મૂળ ખેડાનો નિવાસી એક એનઆરઆઈ યુવાન ફેસબુક પર ગોંડલની એક યુવતીના સંપર્કમાં આવ્યો. બંને વચ્ચે નિકટતાઓ વધી. લગ્નની વાત ચાલી. સૌપ્રથમ કોર્ટ મૅરેજ કર્યા. બે મહિના બાદ લગ્નનું નક્કી થયું. 25 જાન્યુઆરીએ એનઆરઆઈ વરરાજા જાન લઈ ગોંડલ પહોંચ્યો. કન્યા પક્ષે વર અને બરાતીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું.

આ પણ વાંચો : આજનું રાશિ ફળ : સાવધાન ! આજે આ રાશિઓના જાતકોએ ક્રોધ પર રાખે કાબૂ, નહિંતર…

પછી થયું પ્રીતિભોજ અને ત્યાર બાદ શરુ થયા ફેરા. વાત ફેરા બાદ એટલે કે લગ્ન થઈ ગયા બાદ જ બગડી.

હકીકતમાં વિદાઈ પહેલા પંચોળા અનુષ્ઠાન કરવાનું હોય છે. કન્યા પક્ષ તેની તૈયારીમાં લાગેલો હતો. પંચોળા અનુષ્ઠાનમાં પરંપરા મુજબ વર-કન્યા પક્ષના પાંચ-પાંચ લોકો રિવાજ મુજબ મિષ્ઠાન એક થાળીમાં મૂકી વર-વધુ સાથે ભોજન કરે છે.

આ પણ વાંચો : દેશને 5 વર્ષથી ‘મન કી બાત’ સંભળાવનાર પીએમ મોદી બજેટમાં સાંભળશે લોકોના મનની વાત ? કોને-કેટલી અપેક્ષાઓ ?

આ જ દરમિયાન વર પક્ષ તરફથી કહેવામાં આવ્યું કે તેમના તરફથી 5 નહીં, પણ 25 લોકો ભોજન કરશે. રિવાજ મુજબ પાંચ લોકોએ ભોજન કરવાનું હોય છે. કન્યા પક્ષે આમ છતાં 25 લોકોના જમણવારની વાત માની લીધી.

જ્યારે પંચોળા અનુષ્ઠાન રસમ ચાલુ થઈ, ત્યારે વર પક્ષ તરફથી 25ના સ્થાને 60 લોકો પહોંચી ગયા. કન્યા પક્ષે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે 5ના સ્થાને 25 સુધી તો બરાબર હતું, પણ 60 લોકોનું આવવું ખોટું છે.

આ મુદ્દે બંને પક્ષો વચ્ચે વિવાદ શરુ થઈ ગયો. વાત એટલી હદ સુધી વણસી ગઈ કે એક કલાક પહેલા જ ફેરા લેનાર નવદંપતિ તલાક લેવાની વાત પર આવી ગયાં.

બંને પક્ષો વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે જ કોઇકે પોલીસને સૂચના આપી દિધી. ગોંડલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. બંને પક્ષોએ પોત-પોતાના વકીલો પણ બોલાવી લીધા. એક કલાક પહેલા થયેલા લગ્ન છુટાછેડામાં પરિણમી ગયા. નક્કી થયું કે કન્યાને અપાયેલા તમામ ઉપહારો પરત આપવામાં આવે. દુલ્હનને પણ વર સાથે મોકલવામાં નહીં આવે. બંને નવદંપતિ આગામી દિવસોમાં કોર્ટથી વિધિવત્ તલાક લઈ લેશે.

બપંને પક્ષોની સંમતિ બાદ એનઆરઆઈ દૂલ્હેરાજા માતા-પિતા અને મિત્રો સાથે લગ્નના દિવસે જ લગ્નના માંડવેથી દુલ્હન વગર પોતાના ઘર તરફ રવાના થઈ ગયો.

[yop_poll id=957]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article