Gujarat Elections 2021 Results : ગુજરાતના ઇતિહાસમાં કોઇને ન મળ્યો હોય તેવો ભાજપને વિજય મળ્યો : ગૃહરાજ્ય મંત્રી

|

Mar 02, 2021 | 8:42 PM

Gujarat Elections 2021 Results : સ્થાનિક ચૂંટણી પરિણામ સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે.

Gujarat Elections 2021 Results : સ્થાનિક ચૂંટણી પરિણામ સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છેકે ગુજરાતના ઈતિહાસમાં કોઈ પક્ષને ના મળી હોય તેવી સફળતા ભાજપને મળી છે. તેમણે ઉમેર્યું કે પીએમ, ગૃહમંત્રી દેશના નેતૃત્વની સાથે જ ગુજરાતની ચિંતા કરે છે. અને, સીએમ અને ડેપ્યુટી સીએમ તેમજ પાર્ટી અધ્યક્ષની મહેનતથી વિકાસની રાજનિતીને પ્રજાએ સમર્થન આપ્યું છે.

 

 

તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું કે અનેક જૂઠાણાં ચલાવી પ્રજાને અંધારામાં રાખવાનો પ્રયાસ થતો હતો પરંતુ વિકાસને સમર્થન મળ્યું છે. કોંગ્રેસ કોઈને પણ નેતા બનાવે પરંતુ ભાજપ ગુજરાતને સતત આગળ વધારવા પ્રયાસ કરશે.

Next Video