Gujarat : કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, મતદારોને રિઝવવા વાયદાઓની છે ભરમાર

|

Feb 11, 2021 | 1:43 PM

Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા તરીકે શપથ પત્ર બનાવ્યું છે.જેમા મતદારોને રિઝવવા માટે અલગ અલગ વાયદાઓ છે.

Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા તરીકે શપથ પત્ર બનાવ્યું છે.જેમા મતદારોને રિઝવવા માટે અલગ અલગ વાયદાઓ છે. જેમા સૌથી મોટો વાયદો એક વર્ષનો ટેક્સ માફ કરવાનો છે. જ્યારે કે 24 કલાકમાં સફાઈકર્મીઓને કાયમી કરવાનું વચન આપી શકે છે. શપથપત્ર જાહેર કરતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, શહેરોમાં તંત્રના અણધડ વહીવટના કારણે લોકો પરેશાન થાય છે. જેમાથી કોંગ્રેસ પ્રજાને રાહત આપશે. તેમણે વધુમાં કહ્યું કે, અમે ભાજપની જેમ વાયદા નથી કરતા. પરંતુ શપથ લઈએ છીએ. આ શપથપત્રમાં મધ્યમ વર્ગના પરિવારોને ટ્રાન્સપોર્ટ, હેલ્થ અને અન્ય સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ બનાવવાનો પણ ઉલ્લેખ છે. જેના દ્વારા લોકોને અલગ અલગ લાભ મળશે. આ ઉપરાંત દરેક વોર્ડમાં તિરંગા ક્લીનિક શરૂ કરવાનો વાયદો કર્યો છે.

 

Published On - 1:13 pm, Thu, 11 February 21

Next Video