Gujarat Panchayat, Nagar Palika Election 2021 LIVE: નગરપાલિકામાં સામાન્ય, તો જિલ્લા પંચાયત અને ગ્રામપંચાયતમાં ઉત્સાહજનક મતદાન રહ્યું

|

Feb 28, 2021 | 7:45 PM

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની કુલ 8474 બેઠક માટે ચૂંટણી યોજાશે. જેની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ હાથ ધરાશે.

Gujarat Panchayat, Nagar Palika Election 2021 LIVE: નગરપાલિકામાં સામાન્ય, તો જિલ્લા પંચાયત અને ગ્રામપંચાયતમાં ઉત્સાહજનક મતદાન રહ્યું

Follow us on

Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE:  ગુજરાતમાં રવિવાર 28મી ફેબ્રુઆરી 2021ના રોજ, 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાયું. 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો સહીત કુલ 8474 બેઠકો માટે ચૂંટણી યોજાયું.

કુલ મતદાનની વાત કરીએ તો, 31 જિલ્લા પંચાયત પર સરેરાશ 62.34 ટકા મતદાન નોંધાયું છે. તો 231 તાલુકા પંચાયત પર સરેરાશ 63.23 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 81 નગરપાલિકા પર સરેરાશ 54.82 ટકા મતદાન નોંધાયું છે.

આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Feb 2021 06:56 PM (IST)

    રાજયમાં સ્થાનિક ચૂંટણી પૂર્ણ, ન.પા.માં સરેરાશ 54.82 ટકા, જિ.પં.માં સરેરાશ 62.34 ટકા, તા.પં.માં સરેરાશ 63.23 ટકા મતદાન થયું

    કુલ મતદાનની વાત કરીએ તો, 31 જિલ્લા પંચાયત પર સરેરાશ 62.34 ટકા મતદાન નોંધાયું છે. તો 231 તાલુકા પંચાયત પર સરેરાશ 63.23 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 81 નગરપાલિકા પર સરેરાશ 54.82 ટકા મતદાન નોંધાયું છે.

     

     

  • 28 Feb 2021 06:23 PM (IST)

    વિરમગામ : વોર્ડ નંબર 8માં મારામારીમાં સાંસદ સોમા પટેલના પૌત્રને ગંભીર ઇજા

    વિરમગામ નગરપાલિકાના વોર્ડ નં-8ના મતદાન મથક પર થઇ મારામારી. એમ.જે.હાઈસ્કૂલ ખાતે ભાજપ અને અન્ય જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો હતો. ઘટનામાં પૂર્વ સાંસદ સોમા પટેલના પૌત્રને ગંભીર ઇજા પહોંચી. સોમા પટેલના પૌત્ર અભિષેક પટેલ વોર્ડ નં-8ના ભાજપના ઉમેદવાર ધ્રુમિલ પટેલના ભાઈ છે


  • 28 Feb 2021 06:17 PM (IST)

    વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અંદાજે 65 ટકા મતદાન

    વલસાડ જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અંદાજે 65 ટકા મતદાન

    સવારે 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં 65 ટકા મતદાન

  • 28 Feb 2021 06:15 PM (IST)

    મહેસાણા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ, EVM કરાયા સીલ

    મહેસાણા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ

    જિલ્લા પંચાયત માટે અંદાજે 58 ટકા જેટલું મતદાન

    10 તાલુકા પંચાયત માટે 59 ટકાથી વધુ મતદાન

    4 પાલિકાનું અંદાજે 50 ટકાથી વધુ મતદાન થયું

    EVM કરાયા સીલ

  • 28 Feb 2021 06:14 PM (IST)

    સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ પૂર્ણ, મતદાન મથકોમાં EVM સીલ કરવાની કામગીરી આરંભાઇ

    સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ પૂર્ણ

    તમામ મતદાન મથકો માં EVM મશીનો સીલ કરવાની કામગીરી કરવામાં આવી

    સીલ મારી EVM મશીન પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમ મુકવામાં આવશે

    સુરત જિલ્લા માં કુલ 61 ટકા મતદાન થયું

    કડોદરા નગર પાલિકામાં 61.30 ટકા મતદાન

    બારડોલી નગર પાલિકામાં 60.15 ટકા મતદાન

    સૌથી વધુ મતદાન માંડવી નગર પાલિકામાં 66.05 મતદાન

  • 28 Feb 2021 06:10 PM (IST)

    જૂનાગઢ : શાપુર ગામમાં કોરોનાગ્રસ્ત દર્દીએ પીપીઇ કીટ પહેરી મતદાન કર્યું

    જૂનાગઢ : શાપુર ગામે કોરોનાગ્રસ્ત મતદારે કર્યું મતદાન. જવાહર વિનય મંદિર મતદાન મથક પર સરકારની ગાઈડ લાઈન મુજબ છેલ્લી કલાકમાં  પીપીઇ કીટ પહેરી કોરોનાગ્રસ્ત મતદારે મતદાન કર્યું.

  • 28 Feb 2021 06:07 PM (IST)

    અમદાવાદ : સાણંદના છારોડી ગામમાં 70 વર્ષના વૃદ્ધ ખાટલામાં આવી મતદાન કર્યું

    અમદાવાદ : સાણંદ તાલુકાના છારોડી ગામે 70 વર્ષ ભીખાભાઇ ડાયાભાઇ સોલંકી નામના બિમાર વ્યકિતએ ખાટલામાં આવી, મતદાન કર્યું.

     

  • 28 Feb 2021 06:05 PM (IST)

    ખેડાની નડિયાદ નગરપાલિકામાં 5 વાગ્યા સુધી સરેરાશ 51.02 ટકા મતદાન નોંધાયું

    ખેડા જિલ્લામાં 5 નગરપાલિકામાં સવારે 7 થી 5 દરમિયાન મતદાનની ટકાવારી

    નડિયાદ 51.02 ટકા

    કપડવંજ 65.14 ટકા

    કણજરી 75.54 ટકા

    કઠલાલ 76.69 ટકા

    ઠાસરા 55.58 ટકા

  • 28 Feb 2021 06:02 PM (IST)

    છોટાઉદેપુર : બોડેલીના તરગોળ ગામે ચૂંટણી બહિષ્કાર, 725 પૈકી માત્ર એક જ મતદારે મતદાન કર્યું

    છોટાઉદેપુર : બોડેલીના તરગોળ ગામે ચૂંટણી બહિષ્કાર, 725 પૈકી માત્ર એક જ મતદારે મતદાન કર્યું. ગામમાં રોડ રસ્તા નહિ બનતાં કરાયો ચૂંટણી બહિષ્કાર. લોકોએ રોડ નહિ તો વોટ નહીના નારા લગાવ્યા

  • 28 Feb 2021 06:00 PM (IST)

    મોરબી જિલ્લા પંચાયતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 65.57 ટકા મતદાન નોંધાયું

    મોરબી સવારના 07 થી 05 વાગ્યા સુધીનું મતદાન

    મોરબી જિલ્લા પંચાયત 65.57 ટકા

    મોરબી તાલુકા પંચાયત 61.87 ટકા

    માળીયા મિયાણા તાલુકા પંચાયત 61.70 ટકા

    ટંકારા તાલુકા પંચાયત 67 ટકા

    વાંકાનેર તાલુકા પંચાયત 71 ટકા

    હળવદ તાલુકા પંચાયત 65 ટકા

  • 28 Feb 2021 05:58 PM (IST)

    ખેડા જીલ્લાની 8 તાલુકા પંચાયતમાં 5 વાગ્યા સુધી સરેરાશ 66 ટકા મતદાન

    ખેડા જીલ્લાની 8 તાલુકા પંચાયતમાં સવારે 7 થી 5 દરમિયાનના મતદાનનાં આંકડા

    નડિયાદ 60.86 ટકા

    માતર 65.21 ટકા

    ખેડા 74.02 ટકા

    મહેમદાવાદ 67.35 ટકા

    મહુધા 68.85 ટકા

    ઠાસરા 71.67 ટકા

    વસો 61.58 ટકા

    ગળતેશ્વર 66.59 ટકા

  • 28 Feb 2021 05:56 PM (IST)

    રાજકોટ : જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 5 વાગ્યા સુધીમાં 58.33 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 05:55 PM (IST)

    વડોદરા : સાવલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 72.5 ટકા મતદાન

    વડોદરા : સાવલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 5 વાગ્યા સુધીમાં 72.5 ટકા મતદાન નોંધાયું. જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટે પાંચ વાગ્યા સુધીમાં 65 .33 ટકા મતદાન નોંધાયુ

  • 28 Feb 2021 05:54 PM (IST)

    ગીરસોમનાથ જિલ્લા પંચાયતમાં 57.56 ટકા મતદાન નોંધાયું

    ગીરસોમનાથમાં 5 વાગ્યા સુધીનું મતદાન

    ગીરસોમનાથ જિલ્લા પંચાયત 57.56%

    વેરાવળ તાલુકાપંચાયત નું 70% મતદાન

    વેરાવળ નગરપાલિકા 58.73 મતદાન

    ઉના નગરપાલિકા- 45.04%

    સુત્રાપાડા નગરપાલિકા- 70%

    તાલાલા નગરપાલિકા- 60.11%

  • 28 Feb 2021 05:51 PM (IST)

    રાજકોટ : ગોંડલ નગરપાલિકા પાંચ વાગ્યા સુધી 46.95 ટકા મતદાન થયું

    રાજકોટ ગોંડલ નગરપાલિકા પાંચ વાગ્યા સુધીનું મતદાન

    વોર્ડ નંબર 1માં 48.06

    વોર્ડ નંબર 2માં 44.37

    વોર્ડ નંબર 3 માં 50.11

    વોર્ડ નંબર 4માં 54.09

    વોર્ડ ન. 5 માં 49.13

    વોર્ડ 6 માં 51.71

    વોર્ડ 7 માં 38.33

    વોર્ડ 8 માં 45.94

    વોર્ડ 9 માં 51.69

    વોર્ડ 10 માં 46.90

    વોર્ડ 11 માં 38.55

    સરેરાશ 46.95 ટકા મતદાન થયું

  • 28 Feb 2021 05:49 PM (IST)

    ભાવનગર : વલ્લભીપુરના થાપનાથ ગામમાં એક પણ મત ન પડયો

    ભાવનગર : વલ્લભીપુરના થાપનાથ ગામમાં સવારના 7 થી સાંજના 5.30 સુધી એક પણ મત ના પડયો. ગામને કોઈ સુવિધા ના મળતા ગામનો એક પણ મતદાર બહિષ્કારની જાહેરાત વગર મતદાન આપવા ના ગયા.

  • 28 Feb 2021 05:47 PM (IST)

    ગાંધીનગર : દહેગામ નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં 65.80 ટકા મતદાન નોંધાયું

    ગાંધીનગર : દહેગામ નગરપાલિકામાં સવારે 7થી 5 વાગ્યા સુધીમાં 65.80 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 05:46 PM (IST)

    સુરત : બારડોલી નગરપાલિકાના 9 વોર્ડમાં સરેરાશ 60.13 ટકા મતદાન

    બારડોલી નગરપાલિકાના 9 વોર્ડમાં સવારે 7થી 6 વાગ્યા સુધીનું 60.13 % મતદાન

    9 વોર્ડની 36 બેઠકો માટે 49 બુથ ઉપર ચાલી રહ્યું છે મતદાન

    નગર પાલિકાના વોડ નંબર 7માં સૌથી વધુ 68 ટકા મતદાન

  • 28 Feb 2021 05:45 PM (IST)

    સુરત : માંડવી નગરપાલિકાના 6 વોર્ડમાં સરેરાશ 66.20 ટકા મતદાન

    માંડવી નગરપાલિકાના 6 વોર્ડમાં સવારે 7 થી 05 વાગ્યા સુધીનું 66.20 ટકા મતદાન

    6 વોર્ડની 24 બેઠકો માટે 17 બુથ ઉપર ચાલી રહ્યું છે મતદાન

  • 28 Feb 2021 05:33 PM (IST)

    વડોદરા : કરજણ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 5 વાગ્યા સુધી સરેરાશ 65 ટકા મતદાન

    વડોદરા : કરજણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 5 વાગ્યા સુધીનું મતદાન

    ચોરાંડા – 63.72 ટકા

    કાંદરી – 68.63 ટકા

    મીયાગામ – 64.81 ટકા

    વાલણ – 62.99 ટકા  મતદાન નોંધાયું

  • 28 Feb 2021 05:30 PM (IST)

    મોરબી જિલ્લાની 3 નગરપાલિકામાં 5 વાગ્યા સુધી સરેરાશ 53 ટકા મતદાન

    મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં બપોરના 5 વાગ્યા સુધી થયેલ મતદાન

    મોરબી નગરપાલિકા – 49.66

    માળીયા નગરપાલિકા – 53.63

    વાંકાનેર નગરપાલિકા – 57.43

  • 28 Feb 2021 05:29 PM (IST)

    પાલનપુર નગરપાલિકામાં 5 વાગ્યા સુધી 51.10 ટકા મતદાન

    પાલનપુર નગરપાલિકામાં 5 વાગ્યા સુધી 51.10 ટકા મતદાન

    ડીસા નગરપાલિકા માં 5 વાગ્યા સુધી 52.76 ટકા મતદાન

    ભાભર નગરપાલિકા માં 5 વાગ્યા સુધી 72.37 ટકા મતદાન

  • 28 Feb 2021 05:28 PM (IST)

    રાજપીપળા નગરપાલિકામાં સાંજે 5 સુધી 61.54 ટકા મતદાન નોંધાયું

    રાજપીપળા નગરપાલિકામાં સવારે 7થી સાંજે 5 સુધીમાં 61.54 ટકા મતદાન નોંધાયુ

    રાજપીપળા નગરપાલિકાના કુલ 7 વોર્ડ છે. જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર-1માં 73.50 અને સૌથી ઓછું વોર્ડ નંબર-7માં 56.08 ટકા મતદાન નોંધાયું છે

  • 28 Feb 2021 05:22 PM (IST)

    નવસારી : નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, બેની અટક

    નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મતદાન મથકમાં પ્રવેશને લઈને જીભાજોડી થતા પોલીસે મામલો સંભાળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સમજાવટથી મામલો થાળે પાડયો હતો. આ મામલે 2 લોકોની પોલીસે અટકાયત કરી હતી.

  • 28 Feb 2021 05:20 PM (IST)

    મહીસાગર : લુણાવાડાના માલતલાવડી ગામમાં મતદાનનો બહિષ્કાર

    મહીસાગર : લુણાવાડાના માલતલાવડી ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ચાર ગામના સયુંકત બુથમાંથી માલતલાવડી ગામે મતદાન બુથ હટાવી 5 કિલોમીટર દૂર લઇ જતા ગામલોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ ગામમાં 309 મતદારો છે.

     

  • 28 Feb 2021 05:16 PM (IST)

    તાપી : વ્યારા નગરપાલિકાની 28 બેઠકો પર 56.38 ટકા મતદાન નોંધાયું

    તાપીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે 7 વાગ્યાથી 4 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી

    વ્યારા નગર પાલિકાની 28 બેઠકો પર 56.38 ટકા મતદાન નોંધાયું

    જિલ્લા પંચાયતની 26 બેઠકો પર 52.57 ટકા મતદાન નોંધાયું

    7 તાલુકાની 124 તાલુકા પંચાયત બેઠક પર 54.02 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 05:15 PM (IST)

    વલસાડ : ડુંગરી બેઠકના મોટી સરોણ ગામમાં દુલ્હન ધ્રુવિ પટેલે કર્યું મતદાન

    વલસાડ : જિલ્લા પંચાયતની ડુંગરી બેઠકના મોટી સરોણ ગામની પ્રાથમિક શાળા ખાતે દુલ્હન પોતાના લગ્ન પહેલા મતદાન કરવા પહોંચી હતી. મોટી સરોણ ગામ ખાતે રહેતી ધ્રુવી પટેલ જેમના આજરોજ લગ્ન છે. જે પોતાના લગ્ન પહેલા દુલ્હનના જોળામાં પોતાની બહેન સાથે વોટ આપ્યો હતો. અને, યુવાન મતદારોને મત આપવાની અપીલ કરી હતી.

  • 28 Feb 2021 05:11 PM (IST)

    સુરત : 3 વાગ્યા સુધી તાલુકા પંચાયતમાં સરેરાશ 51.56 ટકા મતદાન નોંધાયું

    3 વાગ્યા સુધી સુરત તાલુકા પંચાયતમાં 51.56 ટકા મતદાન

    બારડોલી 55.12 ટકા, ઓલપાડ 47.87 ટકા

    કામરેજ 48.56 ટકા, માંગરોળ 53.61 ટકા

    પલસાણા 55.41 ટકા, મહુવા 40.94 ટકા

    ચોર્યાસી 50.62 ટકા, માંડવી 46.69 ટકા,

    ઉમરપાડા 64.94 ટકા

  • 28 Feb 2021 05:09 PM (IST)

    રાજકોટ : ગોંડલમાં એક સાથે 30 જાનૈયાઓએ કર્યું મતદાન

    ગોંડલમાં  એકસાથે 30થી પણ વધુ જાનૈયાઓએ કર્યું મતદાન. સવારમાં દુલ્હનએ બીલયાળા ખાતે મતદાન કર્યું હતું. લગ્નના બંધનમાં બંધાયા બાદ જાન પરત ગોંડલ ફરી હતી. જાન ઘરે જતી પહેલા વરરાજા તેમજ એકસાથે 30થી વધુ લોકોએ મતદાન કરી પોતાની સામાજીક ફરજ નિભાવી.

  • 28 Feb 2021 05:07 PM (IST)

    પાદરામાં શુભકાર્યની સાથે એક કન્યા અને વરરાજાએ પરિવાર સાથે કર્યું મતદાન

    પાદરાના વોર્ડ નંબર ત્રણમાં જેન સ્કૂલ ખાતે કન્યાએ પીઠી લગાવતા પહેલા પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. બીજી બાજુ પાદરાના વોર્ડ નંબર 6માં લગ્ન માટે જાન લઈને જતા વરરાજાએ જાનકી વલ્લભ શાળામાં જાનૈયા સાથે આવી પરિવાર સાથે મતદાન કરી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો

  • 28 Feb 2021 05:05 PM (IST)

    વલસાડના કલવાડા ગામમાં 103 વર્ષના વૃદ્ધ ભાણાભાઇ કાળિદાસ પટેલે કર્યું મતદાન

    વલસાડના કલવાડા ગામે 103 વર્ષના વૃદ્ધે કર્યું મતદાન. કલવાડા ગામે દોરી ફળિયામાં રહેતા 103 વર્ષના વૃદ્ધ ભાણાભાઈ કાળિદાસ પટેલએ મતદાન કર્યું. વૃદ્ધએ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

  • 28 Feb 2021 05:03 PM (IST)

    રાજકોટ : ધોરાજીના નાની પરબડી ગામમાં વરરાજાએ કર્યું મતદાન

    રાજકોટ : ધોરાજીના નાની પરબડીના યુવાને લગ્નગ્રંથીથી જોડાયા બાદ જાન ઘરે લઈ જવાની જગ્યાએ મતદાન મથકે પહોંચ્યા વરરાજા. કેતન પાઘડાર નામના વરરાજાએ નવવધુને લઇને મતદાન મથકે પહોંચ્યા હતા. આ નિમિતે વરરાજાએ મતદારોને લોકશાહીના પર્વમાં ભાગ લઈ અને મતદાન કરવા અપીલ કરી.

     

  • 28 Feb 2021 04:54 PM (IST)

    બારડોલીમાં આપના કન્વીનર ચંપાબેન ઓરણાવાલાને ડિટેઇન કરાયા

    સુરત : બારડોલીના પુનિત હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન દરમિયાન બબાલ થઇ. આપના ચૂંટણી કન્વીનર તેમજ પ્રિસાઈડિંગ અધિકારી વચ્ચે થઈ શાબ્દિક બોલાચાલી. મામલો વધુ ન વણસે તે માટે પોલીસ તંત્ર દ્વારા આપના કન્વીનર ચંપાબેન ઓરણાવાલાને ડિટેઇન કરાયા

  • 28 Feb 2021 04:51 PM (IST)

    મહેસાણા જિલ્લામાં 3 વાગ્યા સુધી સરેરાશ 55.48 ટકા મતદાન નોંધાયું

    મહેસાણા  જિલ્લામાં 03 વાગ્યા સુધી નોંધાયેલ મતદાન

    10 તાલુકા પંચાયત માટે થયેલ મતદાન

    જોટાણા 59.77 ટકા

    કડી 59.51 ટકા

    ખેરાલુ 54.14 ટકા

    બેચરાજી 59.77 ટકા

    મહેસાણા 52.76 ટકા

    ઊંઝા 51.24 ટકા

    વડનગર 53.49 ટકા

    સતલાસણા 57.53 ટકા

    વિજાપુર 58.43 ટકા

    વિસનગર 55.10 ટકા

    કુલ 55.48 ટકા 3 વાગ્યા સુધી થયું મતદાન

     

     


    Thanks,
    રોહિત
    Assignment Desk
    Tv9 Gujarat

  • 28 Feb 2021 04:49 PM (IST)

    દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા નગરપાલિકામાં સરેરાશ 42.76 ટકા મતદાન

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાન

    ખંભાળીયા નગર પાલિકા – 42.76 %

    રાવલ નગર પાલિકા – 57.38 %

    દ્વારકા જિલ્લા પંચાયત – 51.83 %

    દ્વારકા જિલ્લા તાલુકા પંચાયત માટે મતદાનની ટકાવારી

    દ્વારકા – 46.21 %

    ખંભાળીયા – 50.28%

    ભાણવડ – 52.08%

    કલ્યાણપુર – 55.54 %

  • 28 Feb 2021 04:47 PM (IST)

    બોટાદ જિલ્લા પંચાયતમાં સરેરાશ મતદાન 43.06 ટકા

    બોટાદ જિલ્લા પંચાયત મતદાન 43.06 ટકા

    તાલુકા પંચાયત ટકાવારી

    બોટાદ 42.67 ટકા

    બરવાળા 50.06 ટકા

    રાણપુર 42.41 ટકા

    ગઢડા 38.33 ટકા

    નગરપાલિકામાં સમય 01:00થી 03:00 સુધી મતદાન

    બોટાદ 39.51 ટકા

    બરવાળા 50.72 ટકા

  • 28 Feb 2021 04:44 PM (IST)

    દાહોદ જિલ્લા પંચાયતમાં 52.67 ટકા મતદાન, તા.પં.માં 52.58 ટકા મતદાન

    દાહોદમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં સવારના 7 થી બપોરના 3 દરમિયાન થયેલ મતદાનની ટકાવારી આ પ્રમાણે છે

    તાલુકા પંચાયતનું 52.58 ટકા મતદાન

    જીલ્લા પંચાયતનું 52.67 ટકા મતદાન

  • 28 Feb 2021 04:42 PM (IST)

    પાલનપુરમાં વોર્ડ નંબર 6માં બે જુથો વચ્ચે બબાલ, પોલીસે મામલો થાળે પાડયો

    બનાસકાંઠા : પાલનપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથો આમને સામને, પાલનપુર વોર્ડ નંબર 6 ના ગઠામણ દરવાજા પાસે બબાલ થઇ,  ઘટનાના પગલે ASP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, મતદાન મથક પાસે જ બબાલ થતાં પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે

  • 28 Feb 2021 04:39 PM (IST)

    સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 57.96 % મતદાન

    સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ૭ થી ૩ કલાક દરમિયાન થયેલ મતદાનની ટકાવારી આ પ્રમાણે છે

    હિંમતનગર નગરપાલિકા 42.51 ટકા

    વડાલી નગરપાલિકા 58.10 ટકા

    તલોદ નગરપાલિકા 54 ટકા

    હિંમતનગર 55.54 ટકા

    ઇડર 54.12 ટકા

    વડાલી 64.69 ટકા

    ખેડબ્રહ્મા 61.76 ટકા

    પોશીના 61.74 ટકા

    વિજયનગર 54.45 ટકા

    તલોદ 59.64 ટકા

    પ્રાતિજ 61.02 ટકા

    જિલ્લામાં અત્યાર સુધી નોંધાયાલ સરેરાશ 57.96 % મતદાન

  • 28 Feb 2021 04:36 PM (IST)

    અરવલ્લી જિલ્લામાં સરેરાશ 56.52 ટકા મતદાન

    સ્થાનિક સ્વરાજ સવારે 7 થી 3 કલાક સુધીનું મતદાન

    મોડાસા નગરપાલિકા – 47.54 ટકા

    બાયડ નગરપાલિકા – 66.31 ટકા

    મોડાસા – 54.84 ટકા

    માલપુર – 62.32 ટકા

    બાયડ – 58.13 ટકા

    ધનસુરા – 59.39 ટકા

    ભિલોડા – 52.73 ટકા

    મેઘરજ – 56.48 ટકા

    જિલ્લામાં સરેરાશ 56.52 ટકા મતદાન

  • 28 Feb 2021 04:34 PM (IST)

    કચ્છ : પાંચ નગરપાલિકામાં 3 વાગ્યા સુધી સરેરાશ 35.94 ટકા મતદાન

    કચ્છ : પાંચ નગરપાલિકામાં  3 વાગ્યા સુધી સરેરાશ 35.94 ટકા મતદાન, સૌથી વધુ મુન્દ્રા નગરપાલિકા 54.33 ટકા મતદાન, સૌથી ઓછુ ગાંધીધામમાં 30.45 ટકા મતદાન

  • 28 Feb 2021 04:31 PM (IST)

    ડાંગ : ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે કારડી આંબા ગામમાં કર્યું મતદાન

    આંતરરાષ્ટ્રીય દોડવીર ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે કર્યું મતદાન. આહવા તાલુકાના કારડીઆંબા ગામની પ્રાથમિક શાળામાં કર્યું મતદાન. સરિતા ગાયકવાડે જનતાને મતદાન કરવાની કરી હતી અપીલ

  • 28 Feb 2021 04:28 PM (IST)

    ભરૂચ : હિંગલ્લા ખાતે EVM હેકિંગના આક્ષેપ સાથે AIMIM ઉમેદવારની અટકાયત

    ભરૂચ : હિંગલ્લા ખાતે EVM હેકિંગના આક્ષેપ સાથે AIMIM ઉમેદવાર નઝીર વલીએ તકરાર કરતા પોલીસે અટકાયત કરી. રિઝર્વ EVM છીનવવાના પ્રયાસ સહિતના મામલે અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલાયો. આ મામલે નબીપુર પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ કરશે.

  • 28 Feb 2021 04:22 PM (IST)

    સુરત : મહુવાના “મધર ઇન્ડીયા” ફેમ ભીખીબહેન નાયકાએ ઉમરામાં કર્યું મતદાન

    મધર ઇન્ડિયા ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકેનું પાત્ર ભજવનાર ભીખીબેન નાયકાએ મતદાન કર્યું. લોકશાહીના મહાપર્વમાં સૌ-કોઈએ હંમેશા મતદાન કરવું જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી. મહુવા તાલુકાના ‘મધર ઈન્ડિયા’ તરીકે ઓળખાતા ભીખીબહેન કહે છે કે, મધર ઈન્ડિયાના શુટીંગ સમયે તેમની ઉંમર ૧૫થી ૧૭ વર્ષની હતી. હાલ, 85 વર્ષીય ભીખીબહેન ભાણાભાઈ નાયકાએ આજે મહુવા તાલુકાના ઉમરાની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.

  • 28 Feb 2021 04:17 PM (IST)

    મહેસાણા જિલ્લાની 4 પાલિકામાં સરેરાશ 52 ટકા મતદાન

    મહેસાણા જિલ્લાની 4 પાલિકામાં 03 વાગ્યા સુધી નોંધાયેલ મતદાન
    ઊંઝા પાલિકા વિસ્તારનું 59 ટકા મતદાન
    વિસનગર પાલિકા વિસ્તારનું 50 ટકા મતદાન
    કડી પાલિકા વિસ્તારનું 39 ટકા મતદાન
    મહેસાણા પાલિકા વિસ્તારનું 46 ટકા મતદાન

  • 28 Feb 2021 04:13 PM (IST)

    બોટાદ : રાણપુરમાં લગ્નગ્રંથિથી જોડાય તે પહેલા વરરાજાએ કર્યું મતદાન

    બોટાદ : રાણપુરમાં લગ્નગ્રંથિથી જોડાય તે પહેલા વરરાજાએ કર્યું મતદાન. રાણપુરમાં રહેતા આસિફ ખાન પરમાર દ્વારા કરવામાં આવ્યું મતદાન. વરરાજાએ રાણપુર ગ્રામ પંચાયતમાં માટે મતદાન કર્યું

  • 28 Feb 2021 04:11 PM (IST)

    ભરૂચ નગરપાલિકામાં સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં 43.97 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 04:09 PM (IST)

    નર્મદા જિલ્લા પંચાયત માટે 56.76 ટકા મતદાન, પાંચ તાલુકા પંચાયતમાં 58.34 ટકા મતદાન નોંધાયું

    નર્મદા જિલ્લા પંચાયત માટે 56.76 ટકા મતદાન 3 વાગ્યા સુધી
    જિલ્લાની પાંચ તાલુકા પંચાયત માં 58.34 ટકા મતદાન નોંધાયું
    નાંદોદ તાલુકા પંચાયત માટે 51.95 ટકા
    તિલકવાળા તાલુકા પંચાયત માટે 66.50 ટકા
    ગરુડેશ્વર તાલુકા પંચાયત માટે 57.76 ટકા
    ડેડીયાપાડા તાલુકા પંચાયત માટે 56.02 ટકા
    સાગબારા તાલુકા પંચાયત માટે 68.77 ટકા

  • 28 Feb 2021 04:07 PM (IST)

    રાજકોટ : જેતપુર તા.પં. અને જિ.પં.માં સરેરાશ 45 ટકા મતદાન

    જેતપુર 3 વાગ્યા સુધીમાં મતદાન
    જેતપુર તાલુકા પંચાયત ની 20 સીટ નું 45.34 ટકા મતદાન
    જેતપુર તાલુકાની જિલ્લા પંચાયતની 04 બેઠકમાં 45.34ટકા મતદાન

  • 28 Feb 2021 04:04 PM (IST)

    રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયત માટે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 46.89 ટકા મતદાન

     

    રાજકોટ જિલ્લા – તાલુકા પંચાયત માટે બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 46.89 ટકા મતદાન

    – રાજકોટમાં 54.34 ટકા મતદાન

    – કોટડાસાંગાણીમાં 51.01 ટકા મતદાન

    – લોધિકામાં 55.44 ટકા મતદાન

    – પડધરીમાં 54.86 ટકા મતદાન

    – ગોંડલમાં 41.54 ટકા મતદાન

    – જેતપુરમાં 45.34 ટકા મતદાન

    – ધોરાજીમાં 45.00 ટકા મતદાન

    – ઉપલેટામાં 43.66 ટકા મતદાન

    – જામકંડોરણામાં 41.48 ટકા મતદાન

    – જસદણમાં 45.61 ટકા મતદાન

    – વિંછીયામાં 42.10 ટકા મતદાન

  • 28 Feb 2021 04:02 PM (IST)

    દાહોદ : ઝાલોદના ઘોડીયા ગામમાં બે ઇવીએમ મશીન તોડાયા, બુથ કેપ્ચરિંગનો પ્રયાસ થયો

    દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EVM તોડવાની ઘટના બની છે. ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામની મુખ્ય પ્રા.શાળામાં આ ઘટના બની છે. સાથે જ 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

     

  • 28 Feb 2021 03:56 PM (IST)

    વડોદરા : પાદરા વોર્ડ નંબર 3માં મહિલાઓએ એક સરખા યુનિફોર્મ પહેરી મતદાન કર્યું

    પાદરા વોર્ડ નંબર 3માં રામ પાર્ક સોસાયટીની મહિલાઓએ ઉત્સાહભેર મતદાન કર્યુ
    તમામ મહિલાઓ એક સરખા યુનિફોર્મ પહેરીને લોકશાહી પર્વની ઉજવણીમાં એક સાથે કર્યું મતદાન
    લોકો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવાનો સંદેશ આપ્યો

  • 28 Feb 2021 03:54 PM (IST)

    નર્મદા જિ.પં. માટે 3 વાગ્યા સુધી 56.76 ટકા મતદાન

    નર્મદા જિલ્લા પંચાયત માટે 56.76 ટકા મતદાન, નર્મદા જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં 58.34 ટકા મતદાન નોંધાયું,

    તો વડોદરાની ડભોઇ નગરપાલિકા 3 વાગ્યા સુધી 51.31% મતદાન

  • 28 Feb 2021 03:41 PM (IST)

    3.30 વાગ્યા સુધી મતદાન : નપામાં 39.95 ટકા, જિ.પંચાયતમાં 40.38 ટકા અને તા.પંચાયતમાં 42.93 ટકા મતદાન

    3.30 વાગ્યા સુધી મતદાન :

    નગરપાલિકા – 39.95 ટકા મતદાન
    જિલ્લા પંચાયત – 40.38 ટકા મતદાન
    તાલુકા પંચાયત- 42.93 ટકા મતદાન

  • 28 Feb 2021 03:28 PM (IST)

    અમદાવાદની બારેજા નગરપાલિકામાં ભારે મતદાન, 3 વાગ્યા સુધીમાં 66.61 ટકા મતદાન

    અમદાવાદની બારેજા નગરપાલિકામાં ભારે મતદાન, 3 વાગ્યા સુધીમાં 66.61 ટકા મતદાન

  • 28 Feb 2021 03:27 PM (IST)

    ગીર સોમનાથ : બાણેજ બુથમાં એક માત્ર મતદાતા હરિદાસ બાપુએ કર્યું મતદાન

    ગીર સોમનાથનાં ગાઢ જંગલ વચ્ચે એક બુથમાં થયું 100 ટકા મતદાન
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગીર મધ્યે આવેલા બાણેજ બુથમાં થયું 100 ટકા મતદાન
    બાણેજ બુથમાં છે એક માત્ર મતદાતા હરિદાસ બાપુ
    હરિદાસ બાપુએ પોતાનો મત આપતા જ થયું સો ટકા મતદાન

  • 28 Feb 2021 03:24 PM (IST)

    બારડોલી નગરપાલિકાના 9 વોર્ડમાં સવારે 3 વાગ્યા સુધી 50.43 ટકા મતદાન

    સુરત જિલ્લાના બારડોલી નગર પાલિકા માટે ચાલી રહ્યું છે મતદાન
    બારડોલી નગર પાલિકાના 9 વોર્ડ માં સવારે 7 થી 03 વાગ્યા સુધી નું 50.43 % મતદાન
    9 વોર્ડ ની 36 બેઠકો માટે 49 બુથ ઉપર ચાલી રહ્યું છે મતદાન
    નગર પાલિકાના વોડ નંબર 7 માં 58.06% મતદાન
    સમગ્ર બરડોલી નગરમાં હાલ શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે મતદાન

  • 28 Feb 2021 03:23 PM (IST)

    તાપીની વ્યારા નપાની 28 બેઠકો પર 2 વાગ્યા સુધી 39.91 ટકા મતદાન નોંધાયું

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે 7 વાગ્યા થી 2 વાગ્યા સુધીના મતદાનની ટકાવારી
    વ્યારા નગર પાલિકાની 28 બેઠકો પર 39.91 ટકા મતદાન નોંધાયું
    જિલ્લા પંચાયતની 26 બેઠકો પર 46.10 ટકા મતદાન નોંધાયું
    7 તાલુકાની 124 તાલુકા પંચાયત બેઠક પર 45.98 ટકા મતદાન નોંધાયું

  • 28 Feb 2021 03:15 PM (IST)

    ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયતમાં બપોરે 1 વાગ્યા સુધી આટલું થયું મતદાન

    ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બપોરે એક વાગ્યા સુધી વોર્ડ નંબર 1 થી 6 માં 27.48 % મતદાન નોંધાયું હતું. સૌથી વધુ વોર્ડ ન. 4 માં 32.30 અને ઓછું વોર્ડ ન. 5 માં 22.52 નોંધાયું હતું. જ્યારે વોર્ડ ન. 7 થી 11 માં 25.23 % મતદાન નોંધાયું હતું. વોર્ડ નં. 9 માં 33.08 અને ઓછું વોર્ડ નં. 7 માં 20.14 નોંધાયું હતું.

    ગોંડલ જિલ્લા પંચાયતની પાંચ બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 30.70% મતદાન નોંધાયું હતું. સૌથી વધુ કોલીથડ ગામે 35.96% અને સૌથી ઓછું 26.92 ચરખડી ગામે નોંધાયું હતું.

    ગોંડલ તાલુકા પંચાયતની 21 સીટ માટે બપોરે 1 વાગ્યા સુધીમાં 30.46% મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન શેમળા ગામે 44.17% અને સૌથી ઓછું મતદાન ચરખડી ગામે20.33 % નોંધાયું.

  • 28 Feb 2021 03:12 PM (IST)

    ભાવનગર : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાના વતન હણોલ ગામમાં મતદાન કર્યું

    ભાવનગર જિલ્લાના વતની કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ મતદાન કર્યું, પોતાના વતન પાલીતાણા તાલુકાના હણોલ ગામે તેમણે મતદાન કર્યું,  માંડવીયાએ તેમના પરિવાર સાથે  મતદાન કર્યું. અને, લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી.

  • 28 Feb 2021 03:10 PM (IST)

    પાલનપુર નગરપાલિકામાં 3 વાગ્યા સુધી 44.44 ટકા મતદાન

    બનાસકાંઠા : પાલનપુર નગરપાલિકા માં 3 વાગ્યા સુધી 41.44 ટકા મતદાન, ભાભર નગરપાલિકા માં 1 વાગ્યા સુધી 63.77 ટકા મતદાન

  • 28 Feb 2021 03:08 PM (IST)

    ભાજપની જીત નિશ્ચિત : સાસંદ પૂનમ માડમ

    જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં કરેલા કામના કારણે ભાજપની જીત નિશ્ચિત હોવાનુ સાંસદ પૂનમ માડમે જણાવ્યું. સાંસદ પૂનમ માડમે લોકોને મતદાન કરવા કરી અપીલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

  • 28 Feb 2021 02:56 PM (IST)

    પાદરાના ડાન્સ કલાકાર કમલેશ પટેલનું નામ મતદાર યાદીમાંથી ગાયબ

    પાદરાના ડાન્સ કલાકાર કમલેશ પટેલનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયું છે. કમલેશના સમગ્ર પરિવારનુ નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયું છે. મતદાર યાદીમાંથી કયા કારણોસર નામ નીકળ્યું છે તે બાબતે સરકાર પાસે કમલેશ પટેલે યોગ્ય માહિતી માગવાની અપીલ કરી છે. આખરે કમલેશ પટેલ મત અધિકારથી વંચિત રહ્યા છે.

  • 28 Feb 2021 02:31 PM (IST)

    નસવાડીમાં બોગસ મતદાનની ઘટના સામે આવી

    નસવાડીમાં બોગસ મતદાનની ઘટના સામે આવી છે. ટીનીબેન પરમાર નામની મહીલાના નામે અન્ય વ્યક્તિ મતદાન કરી ગયું છે. બોગસ મત આપી જનારના આધાર કાર્ડની વિગત માંગતા અધિકારીઓએ વિગત ન આપતાં ઉમેદવારએ હોબાળો મચાવ્યો છે. હોબાળો થતા મહિલાનો ટેન્ડર વોટ કરાયો હતો.

  • 28 Feb 2021 02:29 PM (IST)

    2 વાગ્યા સુધી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન

    બીજા તબક્કાની ચૂંટણીમાં નગરપાલિકામાં 31.4 ટકા મતદાન, જિલ્લાપંચાયતમાં 35.79 ટકા, તાલુકા પંચાયતમાં  36.31 ટકા મતદાન થયું છે.

  • 28 Feb 2021 02:20 PM (IST)

    છોટાઉદેપુર જિલ્લાના કુંડી-ઉચાકલમ ગામે ચૂંટણી બહિષ્કાર

    છોટાઉદેપુર જિલ્લાના કુંડી-ઉચાકલમ ગામે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. 513 મતદારો પૈકી એકપણ મતદારે મતદાન કર્યું નથી. ગામને કોઈ પંચાયત માં સમાવિષ્ટ ના હોવાથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યું છે. આઠ વર્ષ પહેલાં સંખેડા તાલુકાના વિભાજન બાદ પંચાયત વિહોણું હતું ગામ. ગ્રામજનો મુજબ ગામનો કોઈ તાલુકામાં પણ સમાવિષ્ટ નથી. ગામનો વિકાસ ના થયો હોય ગામ લોકો એ ગામમા ઉભું કરવામાં આવેલ બુથ પર બપોર સુધીમાં એક પણ મત નાખ્યો નથી.

  • 28 Feb 2021 02:09 PM (IST)

    ભુજ તાલુકાના દેશલપર ગામે કર્યો મતદાનનો બહિષ્કાર

    ભુજ તાલુકાના દેશલપર ગામે મતદાનનો બહિષ્કાર કર્યો છે. અત્યાર સુધી ગામમા એક પણ વોટ પડ્યો નથી. તંત્ર એ ખાનગી ટ્રસ્ટ ને જમીન ફાળવતા ગામે વિરોધ કર્યો છે. દેશલપર ગામના બે બુથમા એકપણ મત ન પડ્યો. વાંઢાય ગામે માત્ર 22 લોકોએ મતદાન કર્યુ સવારથી અત્યાર સુધી દેશલપર ગામમા કોઇએ મતદાન ન કર્યુ.

  • 28 Feb 2021 02:08 PM (IST)

    બગસરા તાલુકાના ખીજડિયા ગામમાં મતદાનનો બહિષ્કાર

    અમરેલી બગસરા તાલુકાના ખીજડિયા ગામમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. ખીજડિયા ગામમાં અનેક પ્રશ્નો મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. તંત્ર અને નેતાઓની સમજાવટ બાદ પણ ગ્રામજનો મતદાન નહી કરવા મક્કમ છે.ખીજડિયા થી હામાપુર ને જોડતો પુલ, લુવારા ગામની ઘટનામાં ન્યાયિક તપાસની માંગ સાથે બહિષ્કાર કર્યો છે.

  • 28 Feb 2021 01:25 PM (IST)

    લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ કર્યું મતદાન

    લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પોતાના મત વિસ્તારમાં મતદાન કર્યું હતું. કિરીટસિંહ રાણાએ મતદાન કરી ભાજપના ઉમેદવારોની જીતની આશા વ્યક્ત કરી હતી.

  • 28 Feb 2021 01:24 PM (IST)

    ગોંડલ રાજવી પરિવાર દ્વારા કરવામાં આવ્યું મતદાન

    ગોંડલ રાજવી પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. રાજવી પરિવાર એ પણ પોતાની સામાજિક ફરજ નિભાવી છે. જ્યોતિમર્યસિંહજી જાડેજાએ દાસીજીવણ સ્કૂલ ખાતે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 01:23 PM (IST)

    પાલીતાણા વોર્ડ નંબર ચારમાં ઈવીએમમાં ક્ષતિ સામે આવી

    પાલીતાણા વોર્ડ નંબર ચાર માં ઈવીએમમાં ક્ષતિ સામે આવી છે. સવારથી ઇવીએમમાં મતદાન દરમિયાન બટન નહી દબાતું હોવાની ઉમેદવારને મતદારોએ જણાવ્યું હતું. મતદારો દ્વારા જણાવવામાં આવતા ભાજપના ઉમેદવાર દ્વારા મતદાન સ્થગિત કરાવ્યું  હતું.

  • 28 Feb 2021 01:15 PM (IST)

    માંગરોળના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ કર્યું મતદાન

    માંગરોળના કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 01:05 PM (IST)

    ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં 26.48 ટકા મતદાન

    ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં 26.48 ટકા મતદાન થયું છે.

  • 28 Feb 2021 01:04 PM (IST)

    નાવદ્રા ગામમાં વણકર વાસ વિસ્તારના લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર

    ગીરસોમનાથ જીલ્લાના નાવદ્રા ગામમાં વણકર વાસ વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્ક્રાર કર્યો છે. રસ્તા લાઈટ પાણી સહીત પ્રાથમીક સૂવીધાઓ ન હોવાથી 600 જેટલા લોકોએ મતદાનનો બહિષ્ક્રાર કર્યો છે.

  • 28 Feb 2021 12:48 PM (IST)

    116 વર્ષના વૃદ્ધએ મતદાન કરી યુવાનોને જાગૃત કર્યા

    પોરબંદર જિલ્લામાં આજે ત્રણ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત અને છાયા પોરબંદર સયુંકત નગરપાલિકાની ચૂંટણી માં મતદાન પ્રક્રિયા સાગલી રહી છે જેમાં રતનપર ગામે વર્ષો થીં રહેતા અને ખેતી કામના વ્યવસાય સાથે જોડાયેલા 116 વર્ષના ખીમાં ભીમા ઓડેદરા એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને આજની યુવા પેઢીને મતાધિકાર માટે પ્રેરણા આપી હતી.

  • 28 Feb 2021 12:48 PM (IST)

    ઊંઝામાં મતદારનો મતદાન માટે અનોખો ઉત્સાહ

    ઊંઝામાં મતદારનો મતદાન માટે અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. ઘોડે સવાર થઈને મતદાર પહોંચ્યો મતદાન કરવા પહોંચ્યો છે. ઊંઝા માર્કેટ યાર્ડ સેક્રેટરીએ ઘોડે ચઢી મતદાન કર્યું હતું. ઘોડા પર બેસી ઉનાવા શાળામાં પહોંચી મતદાન કર્યું.

  • 28 Feb 2021 12:47 PM (IST)

    ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષ બેનએ મતદાન કર્યું

    ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષ બેન દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં 5 માં આવેલ કસ્બા મતદાનમથક પર મૂમુક્ષ ધારાબેન અંતિમ મતદાન કરવામાં આવ્યું હતું. બે દિવસ બાદ મુમૂક્ષ ધારા બેન દ્વારા દીક્ષા ગ્રહણ કરવામાં આવનાર છે. લોકો દ્વારા મતદાનમથકે નારા લગાવીને મુમુક્ષના મતદાનને વધાવી લેવામાં આવ્યું હતું.

  • 28 Feb 2021 12:31 PM (IST)

    ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયા એ કર્યું મતદાન

    ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયાએ પરિવાર સાથે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 12:31 PM (IST)

    ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે વ્યારાથી કર્યું મતદાન

    ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે વ્યારાથી મતદાન કર્યું છે. વ્યારાની પ્રાથમિકશાળા મતદાન કર્યું છે. તમામ સીટ પર ભાજપની જીતનો મધુએ દાવો કર્યો છે.

  • 28 Feb 2021 12:21 PM (IST)

    ગોધરા નગરપાલિકાના વોર્ડ 11 માં ભાજપના ઉમેદવારો વચ્ચે જ થઈ બોલાચાલી

    ગોધરા નગરપાલિકાના વોર્ડ 11 માં ભાજપની પેનલના ઉમેદવારો વચ્ચે પેનલ તરફે મતદાન બાબતે બોલાચાલી થઇ છે. બોલાચાલી દરમિયાન ભાજપની પેનલના ઉમેદવારોના સમર્થકોએ મતદાતા કાપલીઓ ઉછાળી છે.

  • 28 Feb 2021 12:14 PM (IST)

    જિલ્લા પંચાયતનું સરેરાશ 21 ટકા મતદાન

    જિલ્લા પંચાયતનું સરેરાશ 21 ટકા મતદાન નોંધાયું છે.

  • 28 Feb 2021 12:07 PM (IST)

    નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું મતદાન

    નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યું છે. નીતિન પટેલે કડી વોર્ડ નમ્બર 4માં જન સુવિધા કેન્દ્રમાં મતદાન કર્યું છે.
    નીતિન પટેલે પત્ની સુલોચનાબેન પટેલ અને પુત્ર સન્ની પટેલે સાથે મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 12:02 PM (IST)

    રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 15થી 18 ટકા મતદાન

    રાજ્યમાં બીજ તબક્કાની ચૂંટણીનું મતદાન છે. જેમાં લોકો હવે મતદાન કરવા પહોંચી રહ્યા છે. રાજકોટ જિલ્લા -તાલુકા પંચાયતમાં 22.38 ટકા મતદાન નોંધાયું છે. કચ્છની 5 નગરપાલિકામાં અંદાજે 18 ટકા મતદાન નોંધાયું છે. વિરમગામ તાલુકામાં અંદાજે 22 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી વડિયા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત નું સરેરાશ મતદાન 12 ટકા  નોંધાયું છે.

  • 28 Feb 2021 11:59 AM (IST)

    કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ મતદાન કર્યુ

    કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ મતદાન કર્યુ હતું. વિનોદ ચાવડાએ લોકોને કોરોના ગાઇડલાનના પાલન સાથે મતદાન કરવા અપીલ કરી છે. આ સાથે જ કચ્છમાં તમામ બેઠકો પર જીતનો દાવો કર્યો છે.

  • 28 Feb 2021 11:49 AM (IST)

    101 વર્ષના દાદીએ રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં કર્યું મતદાન

    101 વર્ષના દાદીએ રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યું છે. 101 વર્ષના દાદીને તેમના પૌત્રએ મતદાન કેન્દ્રમાં ઊંચકીને લઈ ગયો અને મતદાન કરાવ્યું છે. દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરે છે કપિલા બેન જોશી.

  • 28 Feb 2021 11:48 AM (IST)

    કાલોલ તાલુકા શક્તિ પુરા વસાહત 2 માં મતદાન બહિષ્કાર

    પંચમહાલના કાલોલએ મતદાન  શરૂ થયાના 4 કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ મતદાન મથક માં એક પણ વોટ નથી પડ્યો. પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહીં થતા કરી રહ્યા છે વિરોધ. છેલ્લા એક કલાકથી અધિકારીઓ સ્થાનિકોને સમજાવી રહ્યા છે. સમજાવટ ના તમામ પ્રયત્નો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.

  • 28 Feb 2021 11:47 AM (IST)

    પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેનએ કર્યું મતદાન

    પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલએ મતદાન આપ્યું છે. આ સાથે જ નિવેદન આપ્યું હતું કે, લોકશાહીમાં મતદાન પવિત્ર ધર્મ છે. હું કોંગ્રેસમાં હતી ત્યારે 2015માં અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસની સત્તા આવી હતી. 2021માં અમદાવાદ જિલ્લા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ જીતી છે. આ વખતે અમદાવાદ જિલ્લા પંચાયત, વિરમગામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપની સત્તા આવશે.

  • 28 Feb 2021 11:43 AM (IST)

    બારડોલીના પુનિત હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન દરમિયાન બબાલ

    બારડોલીના પુનિત હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન દરમિયાન બબાલ થઇ છે. આ.પ ના ચૂંટણી કન્વીનર તેમજ પ્રિસાઈડિંગ અધિકારી વચ્ચે થઈ શાબ્દિક બોલાચાલી થઇ છે.

  • 28 Feb 2021 11:40 AM (IST)

    સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણીએ કર્યુ મતદાન

    સહકારી ક્ષેત્રના દિગગજ નેતા દિલીપભાઈ સંઘાણીએ તેના મતવિસ્તારમાં મતદાન કર્યું છે. દિલીપ સંધાણી અને તેમના પત્ની ગીતા બહેને સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે.ભાજપ બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 28 Feb 2021 11:37 AM (IST)

    પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ કર્યું મતદાન

    પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ મતદાન કર્યું છે. અર્જુન મોઢવાડીયાએ તેના મત વિસ્તારમાં મતદાન કર્યું હતું. જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે કર્યું મતદાન.

  • 28 Feb 2021 11:27 AM (IST)

    જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલએ કર્યું મતદાન

    જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલએ મતદાન કર્યું છે.જામનગરના ઢંઢા ગામમાં મતદાન કર્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો દાવો કર્યો છે. લોકોને મતદાન કરવા અપીલ કરી છે.

  • 28 Feb 2021 11:23 AM (IST)

    રાજ્યમાં મતદાનના 4 કલાક પૂર્ણ

    રાજ્યમાં મતદાનના 4 કલાક પૂર્ણ થયા છે. રાજ્યમાં અંદાજિત સરેરાશ 10 ટકા મતદાન નોંધાયું છે. જેમાં નગરપાલિકા 10.55, જિલ્લા પંચાયત 9.17,તાલુકા પંચાયત 10.32 ટકા મતદાન નોંધાયું છે.

  • 28 Feb 2021 11:20 AM (IST)

    ડાંગના સાંસદ ડૉ. કે. સી. પટેલ એ કર્યું મતદાન

    ડાંગ નાં સાંસદ ડૉ. કે. સી. પટેલ એ  મતદાન કર્યું છે. સાંસદે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર જીતનો દાવો કર્યો છે.

  • 28 Feb 2021 11:07 AM (IST)

    પ્રદેશ ભાજપના આગેવાન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇન્ચાર્જ આઇ. કે. જાડેજા કર્યું મતદાન

    ધ્રાંગધ્રામાં પ્રદેશ ભાજપના આગેવાન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇન્ચાર્જ આઇ. કે. જાડેજાએ પરિવાર સાથે કર્યું મતદાન છે. ધ્રાંગધ્રા ખાતે આવેલ મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 28 Feb 2021 11:03 AM (IST)

    દિવ દમણ અને લક્ષદ્રીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ મતદાન કરવા પહોંચ્યા

    દિવ દમણ અને લક્ષદ્રીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ મતવિસ્તારમાં મતદાન કરવા પહોંચ્યા છે.

  • 28 Feb 2021 11:02 AM (IST)

    કાલાવડના ધારાસભ્યએ પરિવાર સાથે કર્યું મતદાન

    કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા એ પોતાના વતન નિકાવા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું.આ સાથે જ કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 28 Feb 2021 10:59 AM (IST)

    ભરૂચ સાંસદ અને પૂર્વ આદિજાતિ આયોગ ડિરેકટરએ કર્યું મતદાન

    ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ આદિજાતિ આયોગ ડિરેકટર હર્ષદ વસાવા મતદાન કર્યું છે.

  • 28 Feb 2021 10:58 AM (IST)

    નવસારીમાં બોગસ મતદાર પકડાયો

    નવસારીના વોર્ડ નંબર ૮માં અખિલ હિંદ મહિલા સ્કૂલમાં બોગસ મતદાર પકડાયો છે. કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ શંકાના આધારે યુવકને પૂછતાછ કરતા બોગસ મતદાર હોવાનું બહાર આવ્યું છે.પરપ્રાંતીય યુવાન બોગસ મતદાન કરવા આવ્યો હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

  • 28 Feb 2021 10:57 AM (IST)

    કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી કર્યું મતદાન

    કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ તેના મત વિસ્તારમાં મતદાન કર્યું છે. આ સાથે જ જંગી લીડથી ભાજપના ઉમેદવારો જીતવાનો દાવો કર્યો છે.

  • 28 Feb 2021 10:55 AM (IST)

    પોરબંદરના ભોજેશ્વર પ્લોટમાં છત્રીનો વિવાદ

    પોરબંદરમાં મતદાનના દિવસે ભોજેશ્વર પ્લોટમા ભાજપની છત્રીનો વિવાદ થયો છે. મતદાનના દિવસે ભાજપ કાર્યકરોએ ભોજેશ્વર પ્લોટમાં ભાજપના સિમ્બોલ સાથેની છત્રી લગાવતા કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ લગાવ્યા છે. કોંગી કાર્યકરોની ફરિયાદના પગલે સુરક્ષા કર્મીઓએ છત્રી હટાવી છે.

Published On - 7:40 pm, Sun, 28 February 21