
ગુજરાતમાં વિજય રૂપાણીના પ્રધાનમંડળનુ સપ્ટેમ્બર મહિનાના અંતમાં વિસ્તરણ થાય તેવી સંભાવના છે. ગુજરાત ભાજપના સૂત્રમાંથી મળતી માહિતી મુજબ, વર્તમાન પ્રધાનમંડળમાંથી સાત પ્રધાનોને પડતા મુકાય તેવી સંભાવના છે. જેમા 3 કેબિનેટ કક્ષાના અને 4 રાજ્યકક્ષાના પ્રધાનોને પડતા મુકાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. વિજય રૂપાણીના નેતૃત્વના વર્તમાન પ્રધાનમંડળમાંથી પડતા મુકાનારા સાત પ્રધાનોની સામે નવા લેવાનારા સાત પ્રધાનોમાં 4 કેબિનેટ કક્ષાએ અને 3ને રાજ્યકક્ષાએ સમાવવામાં આવે તેમ સૂત્રો કહી રહ્યાં છે. કચ્છ, મહેસાણા,બનાસકાંઠા અને સુરતને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃભારે વરસાદથી 82.88 લાખ હેકટરમાં ખેતીક્ષેત્રે 25 હજાર કરોડનું નુકસાન, ખેડૂતોને સહાય કરવા વિપક્ષની માંગ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:20 am, Tue, 1 September 20