GUJARAT : 15 ઓગષ્ટથી BJPની રાજ્યવ્યાપી જન આશીર્વાદ યાત્રા, જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ યાત્રામાં જોડાશે

BJP's Jan Ashirwad Yatra : ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ આ જન આશીર્વાદ યાત્રામાં જોડાવાના હોવાથી આ જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ જોડાય તેવી સંભાવના છે.

GUJARAT : 15 ઓગષ્ટથી BJPની રાજ્યવ્યાપી જન આશીર્વાદ યાત્રા, જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ યાત્રામાં જોડાશે
GUJARAT : BJP's statewide Jan Ashirwad Yatra from August 15
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:01 AM

GANDHINAGAR: ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી જનસંપર્ક માટે 15 ઓગષ્ટથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જન આશીર્વાદ યાત્રા હેઠળ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રી ગુજરાત પ્રવાસે આવશે. કેન્દ્રીય કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતમાંથી 5 સાંસદોને આગવું સ્થાન મળ્યું છે. 15 ઓગસ્ટ બાદ તમામ આ મંત્રીઓ ગુજરાત પ્રવાસ કરશે અને જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે.

16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ જન આર્શીવાદ યાત્રા કરશે. ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓની યાત્રામાં પુરષોત્તમ રૂપાલા,મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં દેવુસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ડૉ.મહેન્દ્ર મુંજપરા જન આર્શીવાદ યાત્રામાં સામેલ થશે. ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ આ જન આશીર્વાદ યાત્રામાં જોડાવાના હોવાથી આ જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ જોડાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો : VADODARA : 4 કરોડના સોનાની ચોરીના કેસમાં સી.એચ. જવેલર્સના જનરલ મેનેજર તથા તેના મિત્રની ધરપકડ