Gujarat : મનપા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, Congress, AIMIM અને AAPના ઉમેદવારો પણ મેદાને

Gujarat : મનપા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, Congress, AIMIM અને AAPના ઉમેદવારો પણ મેદાને

| Updated on: Feb 06, 2021 | 4:10 PM

Gujarat : મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ. અને છેલ્લા દિવસે બાકી રહેલા તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે.

Gujarat : મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ. અને છેલ્લા દિવસે બાકી રહેલા તમામ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. હવે આ તમામ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. અને મહાનગરોમાં મત માટે વાયદાઓનું બજાર ગરમ થશે. ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો, 6 મહાનગરપાલિકા માટે ભાજપે 575 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં અમદાવાદના 48 વોર્ડના 192, વડોદરાના 19 વોર્ડના 76, સુરતના 30 વોર્ડના 119, જામનગરના 16 વોર્ડના 64, ભાવનગરના 13 વોર્ડના 52 અને રાજકોટના 18 વોર્ડના 72 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ જ પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારો નોંધાવી છે. તો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી AIMIM અને AAPના ઉમેદવારો પણ મેદાને છે.

 

Published on: Feb 06, 2021 04:09 PM