Gujarat : સ્થાનિક ચૂંટણીમાં ભાજપના 219 ઉમેદવાર બિનહરીફ, પાટિલે વિજેતાઓને પાઠવી શુભેચ્છા

|

Feb 16, 2021 | 8:30 PM

Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 219 ઉમેદવાર બિનહરીફ જીત્યા છે. જિલ્લા પંચાયતની 24, તાલુકા પંચાયતની 110 અને નગરપાલિકાની 85 બેઠક બિનહરીફ ભાજપના ફાળે આવી છે.

Gujarat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 219 ઉમેદવાર બિનહરીફ જીત્યા છે. જિલ્લા પંચાયતની 24, તાલુકા પંચાયતની 110 અને નગરપાલિકાની 85 બેઠક બિનહરીફ ભાજપના ફાળે આવી છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા.

 

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હજી ઘણો સમય બાકી છે. પરંતુ સંખ્યાબંધ બેઠક પર કેસરિયો અત્યારથી જ લહેરાઈ ગયો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની 219 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની 24 બેઠક ભાજપના ફાળે આવી. તો નગરપાલિકાઓની 85 બેઠક પર ભાજપને જીત મળી. તેમાંય કડી અને ઉના નગરપાલિકામાં તો ચૂંટણી લડ્યા પહેલા જ ભાજપની સત્તા પાક્કી થઈ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, જિલ્લા અને તાલુકા પંચાયતની અનેક બેઠક પર કોંગ્રેસ ઉમેદવારોએ ચૂંટણી લડતા પહેલા જ હાર માની લીધી છે.

Next Video