બીટીપીએ હાથ અધ્ધર કર્યા- રાજયસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનો હાલ ઈરાદો. મોડે મોડે મતદાન કરે તેવી સંભાવના

|

Jun 19, 2020 | 3:52 AM

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને રાજકીય પક્ષોને એક એક મત મેળવવો અતિ જરૂરી છે, તેવા સંજોગોમાં બીટીપી(BTP) એ પોતાની માંગણીઓ સંતોષાઈ નહી હોવાના મુદ્દે, મતદાન નહી કરવાનો હાલ તો ઈરાદો જાહેર કર્યો છે. ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા બીટીપીના છોટુ વસાવાએ(CHHOTU VASAVA) કહ્યું કે, સૈવિધાનિક શિડ્યુલસ 5નો અમલ આ દેશમાં […]

બીટીપીએ હાથ અધ્ધર કર્યા- રાજયસભાની ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનો હાલ ઈરાદો. મોડે મોડે મતદાન કરે તેવી સંભાવના
BTP ON VOTING

Follow us on

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને રાજકીય પક્ષોને એક એક મત મેળવવો અતિ જરૂરી છે, તેવા સંજોગોમાં બીટીપી(BTP) એ પોતાની માંગણીઓ સંતોષાઈ નહી હોવાના મુદ્દે, મતદાન નહી કરવાનો હાલ તો ઈરાદો જાહેર કર્યો છે.
ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા બીટીપીના છોટુ વસાવાએ(CHHOTU VASAVA) કહ્યું કે, સૈવિધાનિક શિડ્યુલસ 5નો અમલ આ દેશમાં કોંગ્રેસ કે ભાજપે કર્યો નથી. તેથી અમે આજની રાજયસભાની ચૂંટણીમાં મતદાન નહી કરીએ. દેશમાં કોંગ્રેસે 55 વર્ષ રાજ્ કર્યું છે. તો ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી રાજ કરી રહી છે. બન્ને રાજકીય પક્ષોએ માત્ર વાતો જ કરી છે. બંધારણીય જોગવાઈ 5નો અમલ કર્યો નથી. આ જોગવાઈઓનો અમલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. જો કે એક સવાલના જવાબમાં છોટુ વસાવાએ કહ્યું કે હજુ તો ચૂંટણી શરુ થઈ છે. સાંજના ચાર વાગ્યા સુધી મતદાનનો સમય છે. મતદાન કરવુ કે નહી કરવુ, કરવુ તો કોના પક્ષે કરવુ તે અંગે વિચારીશુ.  જુઓ વિડીયો

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

Next Article