GIR SOMNATH : ભાજપ પાસે બે બ્રહ્માસ્ત્ર, પહેલું બ્રહ્માસ્ત્ર છે નરેન્દ્ર મોદીનું નામ : C.R.PATIL

|

Feb 25, 2021 | 5:52 PM

GIR SOMNATH :મહાનગરપાલિકાઓમાં જંગી બહુમતીથી જીત હાંસલ કર્યા બાદ હવે ભાજપની નજર જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં સત્તા કબ્જે કરવા પર છે.

GIR SOMNATH :મહાનગરપાલિકાઓમાં જંગી બહુમતીથી જીત હાંસલ કર્યા બાદ હવે ભાજપની નજર જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં સત્તા કબ્જે કરવા પર છે. જેના માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે ગીરસોમનાથના કોડીનારમાં સીઆર પાટીલે રેલી યોજીના સભા ગજવી. જેમાં તેમણે વડાપ્રધાન મોદીને ભાજપનું પહેલું બ્રહ્માસ્ત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જ કાફી છે. જેથી ભાજપનું પહેલું બ્રહ્માસ્ત્ર વડાપ્રધાન મોદી છે. પાટીલે બીજુ બ્રહ્માસ્ત્ર પેજ પ્રમુખોને ગણાવ્યા. સાથે જ તેમણે તેમણે કાર્યકરોની પ્રસંશા કરતા કહ્યું કે ઉમેદવારો મતદારોના મત, કાર્યકર્તાઓની મહેનત અને ભાજપના નિશાનને કારણે જીતતા હોય છે. ઉમેદવારો પોતે કરેલા કામોને કારણે નથી જીતતા.

 

Published On - 5:51 pm, Thu, 25 February 21

Next Video