GANDHINAGAR: મત ગણતરી અંગે ચૂંટણીપંચે જાહેર કરી ગાઈડલાઇન, વાંચો શું રહેશે નિર્દેશો

|

Feb 09, 2021 | 3:53 PM

GANDHINAGAR : રાજ્યના ચૂંટણીપંચે કોરોના સંબંધી નિર્દેશો જાહેર કર્યા છે અને હવે મતગણતરી અંગે ચૂંટણીપંચે ગાઈડલાઇન જાહેર કરી કરી છે.

GANDHINAGAR : રાજ્યમાં કોરોનાનું સંકટ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, પણ કોરોનાનું આ સંકટ હજી સંપૂર્ણપણે ટળ્યું નથી. કોરોનાકાળમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં ચૂંટણી પાર પાડવી એ રાજ્યના ચૂંટણીપંચ માટે મોટો પડકાર છે. રાજ્યના ચૂંટણીપંચે કોરોના સંબંધી નિર્દેશો જાહેર કર્યા છે અને હવે મતગણતરી અંગે ચૂંટણીપંચે ગાઈડલાઇન જાહેર કરી કરી છે. રાજ્યના ચૂંટણીપંચે મત ગણતરી માટે જાહેર કરેલી ગાઈડલાઇન મુજબ મત ગણતરીમાં મુખ્યત્વે આ નિર્દેશો સમાવાયા છે –

1) મત ગણતરી હોલમાં 7 કરતાં વધુ ગણતરીના ટેબલને મંજૂરી નહીં આપવામાં આવે.
2) મતગણતરી માટે શક્ય હોય ત્યાં સુધી મોટા હોલની પસંદગી કરવાની રહેશે.
3) મતગણતરી પહેલાં સ્થળને સેનેટાઈઝર કરવાનું રહેશે.
4) મત ગણતરી સ્થળે તમામ કર્મચારી, અધિકારીઓને ફેસ માસ્ક પહેરવા ફરજિયાત છે.
5) મતગણતરી માટે વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે.
6) વિજેતા ઉમેદવાર મત ગણતરીના સ્થળે સભા કે સરઘસ કરી શકશે નહીં.
7) મતગણતરી પૂર્ણ થયા બાદ EVMને સેનેટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવાના રહેશે.

Next Video