Gandhinagar: કોરોના કાળની કપરી સ્થિત વચ્ચે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક, ઓક્સિજનથી લઈ રાજ્યની સ્થિતિ પર ચર્ચા

|

Apr 28, 2021 | 12:48 PM

Gandhinagar: ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂ થઈ ચુકી છે. કોરોના કાળ વચ્ચે ઝઝુમી રહેલા ગુજરાતમાં હાલમાં સૌથી વધારે અગત્યનો મુદ્દો ઓક્સિજનનો છે અને ઓક્સિજનની અછત ચર્ચાનો મુખ્ય મુદ્દો રહેવાની સંભાવના છે. ઓક્સિજનનો જથ્થો વધારવા માટે થઈ રહેલા પ્રયાસો અંગે ચર્ચા થશે અને હોસ્પિટલમાં દર્દીને પૂરતો જથ્થો મળી રહે તે અંગેની વ્યવસ્થા માટેની […]

Gandhinagar: ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂ થઈ ચુકી છે. કોરોના કાળ વચ્ચે ઝઝુમી રહેલા ગુજરાતમાં હાલમાં સૌથી વધારે અગત્યનો મુદ્દો ઓક્સિજનનો છે અને ઓક્સિજનની અછત ચર્ચાનો મુખ્ય મુદ્દો રહેવાની સંભાવના છે. ઓક્સિજનનો જથ્થો વધારવા માટે થઈ રહેલા પ્રયાસો અંગે ચર્ચા થશે અને હોસ્પિટલમાં દર્દીને પૂરતો જથ્થો મળી રહે તે અંગેની વ્યવસ્થા માટેની સમીક્ષા કરાશે. કેબિનેટની બેઠકમાં કોરોનાનો મુદ્દો અને રાજ્યની સ્થિતિનાં ચિત્ર પર ચર્ચા થશે.

જણાવવું રહ્યું કે ગાંધીનગર પાસે આવેલા કોલવડા ખાતે ગૃહપ્રધાન અમિત શાહે ઓક્સિજન પ્લાન્ટનુ ઉદ્દઘાટન કર્યુ હતું. કોલવડાની કોવિડ હોસ્પિટલમાં ર૮૦ લિટર પ્રતિ મિનિટની ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરાયો છે. સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થીત રહ્યા હતાં. એક દિવસમાં 400 ક્યુબીક મીટર ઓક્સિઝનનું આ પ્લાન્ટથી ઉત્પાદન થશે. અહી 65થી 70 જંબો સિલિન્ડર ભરાય તેટલી આ પ્લાન્ટની ક્ષમતા છે.

પ્લાન્ટના ઉદઘાટન બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને આયોજન હેઠળ દેશભરમાં પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે.

વધારાનો ઉત્પાદિત ઓક્સિજન નો જથ્થો અન્ય રાજ્યો ને પહોંચાડવામાં આવશે તેમણે કહ્યું કે ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે ત્યારે ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે જે અન્ય લોકોને મદદરૂપ થશે. એટલે કે ગુજરાતે ઓક્સિજન મેળવવા પુરા પ્રયાસો હાથ ધર્યા છે.

સરકારે કોરોનાની ચેઈન તોડવા માટે હવે રાજ્યનાં 29 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધી કરફ્યૂ લાગું કરી દીધો છે. અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે.

તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.

આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે. તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

 

Next Video