ખેડૂતો માટે ખુશખબર! 17 લાખથી વધુ ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય

રાજ્યના ખેડૂતો માટે ખુશખબર છે. સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય કર્યો છે કે ખેડૂતોને આવતા અઠવાડિયામાં જ પાક નુક્સાનની સહાય ચૂકવવામાં આવશે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકનું જે નુક્સાન થયું હતું તેના માટે સરકારે પેકેજ જાહેર કર્યું હતું. જેની સહાય માટે 17 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી. આ તમામ ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે નાણા જમા […]

ખેડૂતો માટે ખુશખબર! 17 લાખથી વધુ ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય
| Updated on: Dec 18, 2019 | 9:46 AM

રાજ્યના ખેડૂતો માટે ખુશખબર છે. સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય કર્યો છે કે ખેડૂતોને આવતા અઠવાડિયામાં જ પાક નુક્સાનની સહાય ચૂકવવામાં આવશે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકનું જે નુક્સાન થયું હતું તેના માટે સરકારે પેકેજ જાહેર કર્યું હતું. જેની સહાય માટે 17 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી હતી. આ તમામ ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે નાણા જમા થઈ જશે. કૃષિપ્રધાને કહ્યું કે, 25 ડિસેમ્બર અટલજીના જન્મ દિવસ સુધીમાં ખાતાકીય કાર્યવાહી પૂરી કરીને ખેડૂતોના ખાતામાં નાણા જમા કરાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દૂધ અને ડુંગળી બાદ હવે બટાકાના ભાવમાં વધારો, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 9:45 am, Wed, 18 December 19