4 ફેબ્રુઆરીથી શરુ થશે આઝાદ ભારતના ઈતિહાસમાં કોંગ્રસનું સૌથી અનોખું ચૂંટણી FIR કેમ્પેઈન!

|

Feb 02, 2019 | 3:49 PM

પ્રિયંકા ગાંધીની રાજનીતીમાં એન્ટ્રી બાદ ઘણાંબધાં નેતાઓ દ્વારા તેમની પર વિવાદાપદ ટિપ્પણી કરવામાં આવી હતી. આ બાબતે હવે કોંગ્રેસના મહિલા મોરચાએ કમાન સંભાળી છે. કોંગ્રેસ હવે આગામી દિવસોમાં આ બાબતે કાનૂની કાર્યવાહી કરવાના મૂડમાં છે. A derogatory thread on #PriyankaGandhi's physical appearance is being unleashed into social media. To counter this Mahila Congress has decided […]

4 ફેબ્રુઆરીથી શરુ થશે આઝાદ ભારતના ઈતિહાસમાં કોંગ્રસનું સૌથી અનોખું ચૂંટણી FIR કેમ્પેઈન!

Follow us on

પ્રિયંકા ગાંધીની રાજનીતીમાં એન્ટ્રી બાદ ઘણાંબધાં નેતાઓ દ્વારા તેમની પર વિવાદાપદ ટિપ્પણી કરવામાં આવી હતી. આ બાબતે હવે કોંગ્રેસના મહિલા મોરચાએ કમાન સંભાળી છે. કોંગ્રેસ હવે આગામી દિવસોમાં આ બાબતે કાનૂની કાર્યવાહી કરવાના મૂડમાં છે.

પ્રિયંકા ગાંધીની રાજનીતીમાં એન્ટ્રી બાદ તરત જ તેમના વિરોધીઓના દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેમના પ્રિયંકાને અમુક નેતાઓએ ‘ચોકલેટી ચહેરો’ ગણાવી હતી. રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ હવે કોઈપણ પ્રકારની વિવાદીત ટિપ્પણીને સાંખી લેવા તૈયાર નથી. આગામી સોમવારના રોજ કોંગ્રેસની મહિલા વિંગ દ્વારા આખા દેશમાં પ્રિયંકા અને અન્ય કોંગી મહિલા નેતાઓની વિરુદ્ધમાં કરાયેલી ટિપ્પણીને લઈને FIR કરવામાં આવશે. આ નિવેદન રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવે આપ્યું છે જેમાં તેણે ક્હયું કે આ દેશમાં મહિલાઓનું રાજનીતીમાં પ્રમાણ ઓછું છે, જે મહિલાઓ રાજનીતીમાં આવી છે તેની વિરુદ્ધમાં અન્ય પાર્ટીઓ દ્વારા વિવાદીત ટિપ્પણીઓ કરવામાં આવે છે. સુષ્મા કહે છે રાજનીતીક પાર્ટીઓને એવું લાગે છે કે વિવાદીત ટિપ્પણીઓ કરવાથી મહિલાઓનું પ્રમાણ રાજનીતીમાં ઓછું થઈ જશે.

સુષ્મિતા દેવે વધુમાં જણાવ્યું કે મહિલાઓ પર રાજનીતીક સાથે વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. જેનો શિકાર પોતે પ્રિયંકા ગાંધી પણ બની છે. તેમણે કહ્યું કે કે પ્રિયંકાની વિરુદ્ધમાં ચાલી રહેલું ગંદુ રાજનીતીક અભિયાનને કોંગ્રેસ ગંભીરતાથી લઈ રહી છે. આવા સમયે કોંગ્રેસ દિલ્હીમાં તમામ એવા નેતા પર FIR કરશે જેને આવી કોઈ વિવીદીત ટિપ્પણી કરી છે. સુષ્મિતા દિલ્હીમાં FIR કરાવશે જ્યારે અન્ય રાજ્યની કોંગ્રેસ મહિલાઓ પોત-પોતાના રાજ્યમાં FIR કરાવશે. તેમણે કહ્યું કે આ લડાઈ માત્ર પ્રિયંકા માટે જ નથી પણ એ તમામ મહિલાઓ માટે છે જે રાજનીતીમાં પોતાનું ભવિષ્ય જોઈ રહી છે.

[yop_poll id=”1005″]

Next Article