સીએમ મમતા બેનર્જી સાથે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કરી મુલાકાત, મમતા બેનર્જીએ કહ્યું ત્રણે કૃષિ કાયદા પરત લો

|

Jun 09, 2021 | 6:54 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee) સાથે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે(Rakesh Tikait) આજે કોલકત્તામાં બેઠક કરી હતી. આ બેઠકમાં ખેડૂતોને લગતી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.છેલ્લા 7 મહિનાથી કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે વાત કરવાની તસ્દી લીધી નહોતી. મારી માંગ છે કે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ.

સીએમ મમતા બેનર્જી સાથે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કરી મુલાકાત, મમતા બેનર્જીએ કહ્યું ત્રણે કૃષિ કાયદા પરત લો
સીએમ મમતા બેનર્જી સાથે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કરી મુલાકાત

Follow us on

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee સાથે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે(Rakesh Tikait) આજે કોલકત્તામાં બેઠક કરી હતી. આ બેઠકમાં ખેડૂતોને લગતી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મમતા બેનર્જીએ ખેડૂત નેતાઓને નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી આંદોલનને સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે રાજયોને નિશાન બનાવવા સંઘીય બંધારણ માટે સારી વસ્તુ નથી.

સી એમ Mamata Banerjee એ કહ્યું કે, “ઉદ્યોગોને નુકશાન થઇ રહ્યું છે અને દવાઓ પર જીએસટી લાદવામાં આવી રહ્યો છે. Mamata Banerjee એ કહ્યું  કે છેલ્લા 7 મહિનાથી કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે વાત કરવાની તસ્દી લીધી નહોતી. મારી માંગ છે કે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ.

પશ્ચિમ બંગાળને  એક મોડેલ રાજ્ય તરીકે કામ કરવું જોઈએ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

મુખ્યમંત્રીને મળ્યા બાદ ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈતે(Rakesh Tikait) કહ્યું કે, “મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી હતી કે તે ખેડૂત આંદોલનને ટેકો આપશે. આ ખાતરી માટે અમે તેમનો આભાર માનીએ છીએ. પશ્ચિમ બંગાળને  એક મોડેલ રાજ્ય તરીકે કામ કરવું જોઈએ અને ખેડૂતોને વધુ લાભ આપવો જોઈએ.

ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટીકૈતે(Rakesh Tikait) કૃષિ પેદાશો માટેના ન્યૂનતમ ટેકાના ભાવ અને નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડુતોના આંદોલન માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી સમર્થન માંગ્યું હતું. તેમણે મમતા બેનર્જીને સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ વિશે પણ જણાવ્યું હતું.

યુપીની ચૂંટણીમાં અમે મહત્વની ભૂમિકા ભજવીશું

આ ઉપરાંત રાકેશ ટીકૈતે (Rakesh Tikait) કહ્યું કે, જો કેન્દ્ર સરકાર અમારી સાથે વાત કરવા માંગતી હોય તો પણ તેઓ તેમની સાથે વાત કરવા તૈયાર છે. આગામી યુપીની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે અમે યુપીની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવવાના છીએ કારણ કે નવા કૃષિ કાયદાએ ખેડુતો માટે કાળા કાયદા છે. અમે આ કાયદા રદ કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવીશું.

કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર

આ દરમ્યાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરનું કહેવું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. તેમણે ખેડૂત નેતાઓને કૃષિ બિલ અંગે તેમની ચિંતાઓનો તર્કસંગત બનાવવા જણાવ્યું હતું.

Published On - 6:42 pm, Wed, 9 June 21

Next Article