Election 2021 : પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો પર એક જ ચરણમાં યોજાશે મતદાન

|

Feb 26, 2021 | 6:05 PM

Election 2021 : પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં મતદાન યોજાશે.

Election 2021 : પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો પર એક જ ચરણમાં યોજાશે મતદાન

Follow us on

Election 2021 : કેન્દ્રીય ચૂંટણીપંચે પોંડીચેરી સહીત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દીધો છે. દેશમાં  કેરળ, તમિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ અને પોંડીચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 

પોંડીચેરી વિધાનસભા ચૂંટણી 2021
પોંડીચેરી વિધાનસભા ચૂંટણી 2021 (Puducherry Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે. 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પોંડેચરી કોંગ્રેસ સામે ભાજપનું જોડાણ
પોંડેચરીની ડીએમકે સાથે જોડાણમાં કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર હતી. વી નારાયણસામી અહીંના મુખ્યમંત્રી હતા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ ગઠબંધને 30 માંથી 18 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપ અને ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસને 14 બેઠકો મળી હતી. જ્યારે હાલમાં જ કોંગ્રેસે ચાર ધારાસભ્યોએ રાજીનામા આપતા નારાયણસામી સરકારે બહુમતિ ગુમાવી હતી. તેમજ ગુહમાં ફ્લોર ટેસ્ટમાં નિષ્ફળ નીવડી હતી. જેના લીધે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

Next Article