કોંગ્રેસને રામરામ કરનારા આઠ ઘારાસભ્યો જોડાશે ભાજપમાં, કોને લાગશે પેટાચૂંટણીની લોટરી ?

|

Jun 26, 2020 | 12:48 PM

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્યપદેથી રાજીનામા આપનારા કોંગ્રેસના આઠ ધારાસભ્યો આવતીકાલે ભાજપનો ભગવો પહેરશે. લોકસભાની ચાર પૈકી ત્રણ બેઠકો જીતવા માટે, ભાજપે છેલ્લા કેટલાક સમયથી સતત સંપર્કમાં રહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોને, ગણતરીપૂર્વક એક પછી એકના રાજીનામા અપાવ્યા હતા. ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલી વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે કામગીરી હાથ ધરતા જ, ભાજપને કોંગ્રેસમાથી રાજીનામા આપનારા ધારાસભ્યો […]

કોંગ્રેસને રામરામ કરનારા આઠ ઘારાસભ્યો જોડાશે ભાજપમાં, કોને લાગશે પેટાચૂંટણીની લોટરી ?

Follow us on

રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્યપદેથી રાજીનામા આપનારા કોંગ્રેસના આઠ ધારાસભ્યો આવતીકાલે ભાજપનો ભગવો પહેરશે. લોકસભાની ચાર પૈકી ત્રણ બેઠકો જીતવા માટે, ભાજપે છેલ્લા કેટલાક સમયથી સતત સંપર્કમાં રહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોને, ગણતરીપૂર્વક એક પછી એકના રાજીનામા અપાવ્યા હતા. ધારાસભ્યોના રાજીનામાથી ખાલી પડેલી વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે કામગીરી હાથ ધરતા જ, ભાજપને કોંગ્રેસમાથી રાજીનામા આપનારા ધારાસભ્યો યાદ આવ્યા. કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામા આપનારા આ આઠેય ધારાસભ્યોને, ભાજપમાં ભેળવવા માટે ભગવો ખેસ પહેરાવવામાં આવશે. અને પછી જે બેઠક ઉપરથી રાજીનામુ આપ્યુ હતુ તે જ બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે પેટાચૂંટણી લડાવાશે.

વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટાભાગે સપ્ટેમ્બર 2020 સુધીમાં આઠેય મતવિસ્તારમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણી યોજાશે. ભારતીય જનતા પાર્ટીએ, કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામા આપનારા ધારાસભ્યોને ભાજપમાં જોડવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ધારાસભ્યોને જોડવાનો કાર્યક્રમ જાહેર સમારંભને બદલે કોરોનાનુ સંક્રમણ ના ફેલાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ સિમિત લોકોની ઉપસ્થિતિમાં જ પ્રદેશ કાર્યલય કમલમ ખાતે સંપન્ન કરાશે.

કોંગ્રેસનું ગોત્ર ધરાવનારા ધારાસભ્યોને, ભાજપમાં જોડાયા બાદ પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર બનાવવા કે નહી તે અંગે પ્રદેશ નેતાગીરીએ સ્થાનિકસ્તરે સંગઠનના પદાધિકારીઓનો મત મેળવ્યો છે. મોટાભાગના અભિપ્રાયો એવો મળ્યો છે કે બને ત્યા સુધી રાજીનામા આપી ચૂકેલા કોંગ્રેસના ધારાસભ્યોને જ ભાજપાના ઉમેદવાર ના બનાવાય તે પક્ષના હિતમાં હશે. આમ છતા પાર્ટી કહેશે તો આયાતી ઉમેદવાર માટે ભાજપના કાર્યકરો કામ તો કરશે પણ તે કામ મનથી નહી કરે. તાજેતરની પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા ભાજપના ઉમેદવાર હોવા છતા હાર્યા હતા.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

કોણે કોણે આપ્યુ હતુ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામુ (1)જે વી કાકડીયા (2) સોમાભાઈ પટેલ (3) પ્રદ્યુમનસિંહ જાડેજા (4) પ્રવિણ મારુ (5) મંગળ ગાવિત (6) જીતુ ચૌધરી (7) અક્ષય પટેલ અને  (8)બ્રિજેશ મેરજા. જુઓ વિડીયો.

 

Next Article