
An important message to the nation. Watch. https://t.co/0LEOATgOOQ
— Narendra Modi (@narendramodi) March 27, 2019
વડાપ્રધાને પહેલાં તો ટ્વિટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા કે તેઓ કંઈક મોટું કરવા જઈ રહ્યાં છે. બાદમાં ‘મિશન શક્તિ’માં ભારતે લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો હતો. આ વાતને લઈને વડાપ્રધાન મોદીએ ટીવી ચેનલો પર દેશને સંબોધન પણ કર્યું હતું.
સીપીએમ તથા મમતા બેનર્જ પણ આ સંબોધનને લઈને સવાલો ઉઠાવી રહ્યાં છે અને કહી રહ્યાં છે કે જ્યારે ચૂંટણીની જાહેરાતો થઈ ગયી છે. આખા દેશમાં આચાર-સંહિતા લાગેલી છે આ સમયે વડાપ્રધાને દેશને સંબોધીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
ચૂંટણી પંચને મળેલી ફરિયાદને લઈને વિભાગ હવે 5 અધિકારીઓની પેનલ બનાવશે અને વીડિયો જોઈને નિર્ણય કરશે કે મોદીના સંબોધનમાં આચાર-સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે નહીં. સુત્રોના હવાલેથી એવી ખબર મળી રહી છે કે ચૂંટણી અધિકારીઓ માની રહ્યાં છે કે વડાપ્રધાને આ રીતે સંબોધન કરીને કોઈ જ પ્રકારની આચાર-સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]