VIDEO: વિદેશ પ્રધાન એસ.જયશંકરનો ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી લડવાનો મામલો, વિદેશ પ્રધાને SCમાં કેવિયેટ ફાઈલ કરી

વિદેશપ્રધાન એસ.જયશંકરે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ ફાઈલ કરી છે. કોંગ્રેસ દ્વારા જો આ ચૂંટણીને પડકારવામાં આવે તો પહેલાં પોતાની રજૂઆત સાંભળવા માટે અરજી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગયા વર્ષે જુલાઈમાં ગુજરાતમાંથી એસ.જયશંકર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેને કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકારી હતી.   જો કે હાઈકોર્ટે કોંગ્રેસની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે હવે કોંગ્રેસ […]

VIDEO: વિદેશ પ્રધાન એસ.જયશંકરનો ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી લડવાનો મામલો, વિદેશ પ્રધાને SCમાં કેવિયેટ ફાઈલ કરી
| Updated on: Feb 12, 2020 | 5:39 AM

વિદેશપ્રધાન એસ.જયશંકરે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ ફાઈલ કરી છે. કોંગ્રેસ દ્વારા જો આ ચૂંટણીને પડકારવામાં આવે તો પહેલાં પોતાની રજૂઆત સાંભળવા માટે અરજી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગયા વર્ષે જુલાઈમાં ગુજરાતમાંથી એસ.જયશંકર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જેને કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકારી હતી.

 

જો કે હાઈકોર્ટે કોંગ્રેસની અરજીને ફગાવી દીધી હતી. ત્યારે હવે કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યા, ચંદ્રિકાબેન અને પરેશ ધાનાણી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. જેના પગલે વિદેશપ્રધાન એસ.જયશંકરે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ ફાઈલ કરીને પોતાની રજૂઆત સાંભળવા માટે અરજી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને ભાજપના ઉમેદવાર એસ.જયશંકરને 104 મત મળ્યા હતા. જ્યારે જુગલજીને 105 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના બંને ઉમેદવારોને 70-70 મત મળ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ચૂંટણીમાં કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કરાવડાવ્યું હતું. ક્રોસ વોટિંગ કર્યા પછી બંને ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં 50થી 70 લાખ લોકો આવકારવા માટે હાજર રહેશે: ડોનાલ્ડ ટ્રમ્પ