દ્વારકામાં મોરારી બાપુ પર ભાજપનાં પૂર્વ ધારાસભ્યનો હુમલાનો પ્રયાસ, ભગવાન શ્રીકૃષ્ણ પર વિવાદાસ્પદ ટીપ્પણીને લઈ માફી માગવા પહોચેલા બાપુ પર પબુભા બગડ્યા. સાંસદ પૂમનબેને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો

|

Jun 18, 2020 | 2:44 PM

ભગવાન શ્રીકૃષ્ણ પર વિવાદાસ્પદ ટીપ્પણીને લઇને વિવાદમાં આવેલા મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ હુમલાનો પ્રયાસ કર્યો છે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે. ભગવાન કૃષ્ણ પર વિવાદાસ્પદ ટીપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો અને અનેક સંગઠનોએ મોરારી બાપુને દ્વારકા આવીને માફી માગવાની માગ કરી હતી ત્યારે સંગઠનોની માગને પગલે મોરારી બાપુએ […]

દ્વારકામાં મોરારી બાપુ પર ભાજપનાં પૂર્વ ધારાસભ્યનો હુમલાનો પ્રયાસ, ભગવાન શ્રીકૃષ્ણ પર વિવાદાસ્પદ ટીપ્પણીને લઈ માફી માગવા પહોચેલા બાપુ પર પબુભા બગડ્યા. સાંસદ પૂમનબેને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો
http://tv9gujarati.in/dwarkama-morari-…-pabu-bha-maanek/ ‎

Follow us on

ભગવાન શ્રીકૃષ્ણ પર વિવાદાસ્પદ ટીપ્પણીને લઇને વિવાદમાં આવેલા મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ હુમલાનો પ્રયાસ કર્યો છે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે. ભગવાન કૃષ્ણ પર વિવાદાસ્પદ ટીપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો અને અનેક સંગઠનોએ મોરારી બાપુને દ્વારકા આવીને માફી માગવાની માગ કરી હતી ત્યારે સંગઠનોની માગને પગલે મોરારી બાપુએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવાના ભાગરૂપે આજે દ્વારકા ખાતે પહોંચ્યા હતા. બરોબર આજ સમયે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જો કે પબુભા બાપુ પર હુમલો કરે તે પહેલા જ બાપુના સ્વયંસેવકોએ પબુભાને રોકીને ખદેડી કાઢ્યા હતા. આ સમયે મોરારી બાપુ સાથે સાંસદ પુનમ માડમ પણ હાજર હતા અને તેઓએ પબુભાને સમજાવ્યા હતા. પબુભાનો ગુસ્સો એટલો હતો કે તેમણે દૂરથી જ બાપુ પર અપશબ્દોનો મારો ચલાવ્યો હતો અને મોરારી બાપુને બહાર નીકળવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ ઘટના બાદ હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા અને પબુભા માણેકને ત્યાંથી દૂર કરીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

Next Article