શું વાયનાડમાં રાહુલ ગાંધીની જીત બાદ પાકિસ્તાનના ઝંડા સાથે ઝિંદાબાદના નારા લાગ્યા છે! જાણો સમગ્ર ઘટનાની હકિકત

ટવીટર પર વિકાસ પાંડે નામના એક વ્યક્તિએ વીડિયો શેર કરતાની સાથે એવો મેસેજ પણ લખ્યો છે કે આ કોઈ પાકિસ્તાન નથી પરંતુ આ વાયનાડ છે અને જ્યાં રાહુલ ગાંધીની જીત માટે ખૂશી મનાવવામાં આવી રહી છે. પરંતુ જોવામાં આવે તો એવુ દર્શાવવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો પાકિસ્તાનના ઝંડા સાથે વાયનાડમાં રાહુલ ગાંધીની જીતનો […]

શું વાયનાડમાં રાહુલ ગાંધીની જીત બાદ પાકિસ્તાનના ઝંડા સાથે ઝિંદાબાદના નારા લાગ્યા છે! જાણો સમગ્ર ઘટનાની હકિકત
| Updated on: May 25, 2019 | 11:26 AM

ટવીટર પર વિકાસ પાંડે નામના એક વ્યક્તિએ વીડિયો શેર કરતાની સાથે એવો મેસેજ પણ લખ્યો છે કે આ કોઈ પાકિસ્તાન નથી પરંતુ આ વાયનાડ છે અને જ્યાં રાહુલ ગાંધીની જીત માટે ખૂશી મનાવવામાં આવી રહી છે. પરંતુ જોવામાં આવે તો એવુ દર્શાવવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો પાકિસ્તાનના ઝંડા સાથે વાયનાડમાં રાહુલ ગાંધીની જીતનો જશ્ન મનાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ CWCની બેઠક બાદ રણદીપ સુરજેવાલાની પત્રકાર પરિષદઃ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું બાદ કમિટી દ્વારા કરાયો આ મહત્વનો નિર્ણય

https://twitter.com/MODIfiedVikas/status/1132167507056386049

તો બીજી તરફ ફેસબુક પર પણ આ જ વીડિયો સાથે એક સંદેશ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં એવું જ કહેવાયું છે કે વાયનાડમાં રાહુલ ગાંધીની જીત બાદ કેટલાક લોકો દ્વારા ખૂશી મનાવી રહ્યા છે.
હવે આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે અને અસત્ય શું છે.

જોવામાં આવે તો પહેલી વાત કે જે લોકો વીડિયોમાં દેખાઈ રહ્યા છે અને તેમના હાથમાં જે ફ્લેગ છે તે પાકિસ્તાનનો અથવા ઈસ્લામિક ધર્મ સાથે સંકળાયેલો નથી. પરંતુ આ ઝંડો ભારતીય યુનિયન મુસ્લિમ લીગની પોલિટીકલ પાર્ટીનો ફ્લેગ છે. જે કેરળમાં સક્રિય છે અને કોંગ્રેસ સાથે સંગઠીત છે. એટલે વાઈરલ વીડિયો વિશેની પહેલી વાત ખોટી સાબિત થાય છે. બીજી વાત આ વીડિયોને વાઈરલ કરનાર વ્યક્તિએ કહ્યું કે આ વાયનાડનો વીડિયો છે કે જ્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી જીત્યા છે. પરંતુ હકિકત છે કે આ વીડિયો કાસારગોડનો છે.

TV9 Gujarati

 

ત્રીજી વાત આ વીડિયોને InVid extension નામની ટેક્નિકથી એક સાથે બહુ બધી ફ્રેમમાં દેખાડવામાં આવી છે. અને 23 એપ્રીલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ છે. હકિકતે આ વીડિયો રાહુલ ગાંધીની જીત પહેલાનો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:24 am, Sat, 25 May 19