દિલ્હી ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ જાહેર, 5 બેઠકના વધારા સાથે ભાજપના 8 ધારાસભ્યો વિધાનસભા પહોંચશે

|

Feb 11, 2020 | 4:52 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણીના સંપૂર્ણ પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર પરિણામમાં આમ આદમી પાર્ટીને 62 બેઠક અને ભાજપના ખાતામાં 8 બેઠક ગઈ છે. આ સાથે વિજયનો કળશ અરવિંદ કેજરીવાલના નામે ઢોળાયો છે. ગત વખતે ભાજપના ખાતામાં માત્ર 3 બેઠક આવી હતી. અને અરવિંદ કેજરીવાલના ખાતામાં 67 સીટ આવી હતી. જો કે, સમય […]

દિલ્હી ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ જાહેર, 5 બેઠકના વધારા સાથે ભાજપના 8 ધારાસભ્યો વિધાનસભા પહોંચશે

Follow us on

દિલ્હી વિધાનસભા ચૂંટણીના સંપૂર્ણ પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર પરિણામમાં આમ આદમી પાર્ટીને 62 બેઠક અને ભાજપના ખાતામાં 8 બેઠક ગઈ છે. આ સાથે વિજયનો કળશ અરવિંદ કેજરીવાલના નામે ઢોળાયો છે. ગત વખતે ભાજપના ખાતામાં માત્ર 3 બેઠક આવી હતી. અને અરવિંદ કેજરીવાલના ખાતામાં 67 સીટ આવી હતી. જો કે, સમય રહેતા AAPના કેટલાક ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધુ હતું. જેમાં એક કપિલ મિશ્રાએ આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમને હારનું મોઢું જોવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભામાં AAPની ભવ્ય વિજય સાથે જાણો કોંગ્રેસ પાર્ટીના કેટલા ઉમેદવારની ડિપોઝીટ જપ્ત

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

ત્યારે સતત ત્રીજી વખત અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનવા જઈ રહી છે. દિલ્હીમાં આટલા પ્રચંડ બહુમત સાથે AAP પાર્ટીએ પોતાની શક્તિ દેખાડી દીધી છે. જ્યાં ભાજપના અનેક સાંસદ અને મુખ્યમંત્રીઓ પ્રચાર માટે પહોંચ્યા હતા. ત્યારે ભાજપને પણ ગત વિધાનસભા બેઠક કરતા આ વખતે 5 સીટનો વધારો મળ્યો છે.

રોમાંચક વાત એ છે કે, કુલ 66 ઉમેદવાર સાથે કોંગ્રેસ મેદાને ઉતરી હતી. અને 4 ઉમેદવાર RJDના હતા. જેમાંથી કોંગ્રેસના માત્ર 3 ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શક્યા છે. 63 બેઠક એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યા નથી. કોંગ્રેસે લાલુ પ્રસાદની પાર્ટી સાથે ચૂંટણી લડી હતી. અને 4 બેઠક તેમને આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article