કોલકાતા બાદ દિલ્હીમાં એકજૂટ થશે વિપક્ષ, AAPની મહારેલીમાં હાજર રહેશે આ દિગ્ગજ વિપક્ષી નેતાઓ

|

Feb 13, 2019 | 6:50 AM

કોલકાતા બાદ હવે રાજધાની દિલ્હીમાં મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષ એકજૂટ થઈ રહ્યા છે. દિલ્હીના જંતરમંતર પર બુધવારે બપોરે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં વિપક્ષનું મોટું વિરોધ પ્રદર્શન થશે. આમ આદમી પાર્ટીએ આ વિરોધ પ્રદર્શનને ‘તાનાશાહી હટાવો, લોકતંત્ર બચાવો સત્યાગ્રહ’ નામ આપ્યું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ […]

કોલકાતા બાદ દિલ્હીમાં એકજૂટ થશે વિપક્ષ, AAPની મહારેલીમાં હાજર રહેશે આ દિગ્ગજ વિપક્ષી નેતાઓ

Follow us on

કોલકાતા બાદ હવે રાજધાની દિલ્હીમાં મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષ એકજૂટ થઈ રહ્યા છે. દિલ્હીના જંતરમંતર પર બુધવારે બપોરે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં વિપક્ષનું મોટું વિરોધ પ્રદર્શન થશે.

આમ આદમી પાર્ટીએ આ વિરોધ પ્રદર્શનને ‘તાનાશાહી હટાવો, લોકતંત્ર બચાવો સત્યાગ્રહ’ નામ આપ્યું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ પણ તેમાં સામેલ થશે. તે ઉપરાંત, એનસીપી અધ્યક્ષ શરદ પવાર, સપા નેચા રામગોપાલ યાદવ, ડીએમકે નેતા કનિમોઈ, જેડીએસ નેતા એચડી દેવેગૌડા, શરદ યાદવ, શત્રુધ્ન સિંહા, યશવંત સિંહા પણ હાજર રહેશે.

સૌથી મોટો સવાલ છે કે શું દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ આ સત્યાગ્રહમાં સામેલ થશે? ‘આપ’ના સૂત્રો પ્રમાણે, આશા છે કે કોંગ્રેસ પણ આ પ્રદર્શનનો ભાગ બનશે. પરંતુ જોવાની વાત તો એ રહેશે કે કોંગ્રેસથી કયા નેતા અને કયા સ્તરના નેતા જંતર મંતર પર આવશે.

મમતા બેનર્જી સંસદ ભવન જશે

જુઓ VIDEO:

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જંતર મંતર પરની વિપક્ષની આ રેલીમાં ભાગ લેવા મંગળવાર રાત્રે દિલ્હી આવેલા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે સંસદ ભવન જશે અને એક કાર્યક્રમમાં ભાગ લેશે. બેનર્જી બુધવારે જંતર મંતર પર આપ દ્વારા આયોજિત ‘તાનાશાહી હટાવો, દેશ બચાવો’ રેલીને સંબોધિત કરશે. સૂત્રોએ કહ્યું કે ત્યારબાદ તે સંસદ ભવનમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયમાં જશે, જ્યાં તે પોતાની પાર્ટી અને અન્ય દળોના સાંસદો સાથે મુલાકાત કરશે.

મમતા બેનર્જી શહેરના અન્ય એક સરકારી કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ કાર્યક્રમની માહિતી હજી આપવામાં નથી આવી. કોલકાતામાં પાર્ટીના એક નેતાના કહેવા પ્રમાણે મમતા બેનર્જી ગુરુવાર સુધી દિલ્હીમાં રહેશે તેવી શક્યતા છે.

[yop_poll id=1368]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article