DELHI : સંસદ ભવનમાં ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક

|

Feb 04, 2021 | 5:10 PM

DELHI : વિદેશી નાગરિકોના ટ્વિટ બાદ ખેડૂત આંદોલનને સમર્થન આપવાની આડમાં ભારત વિરોધી પ્રોપગેંડા ખુલ્લો પડી ગયો છે.

DELHI : સંસદ ભવનમાં ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક

Follow us on

DELHI : સંસદ ભવનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (AMIT SHAH) ની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, આઇબી ચીફ, દિલ્હી પોલીસ કમિશ્નર સહિતના મોટા અધિકારીઓ હાજર છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હવે વિદેશની પ્રખ્યાત હસ્તીઓએ પણ દખલગીરી કરી છે. વિદેશી નાગરિકોના ટ્વિટ બાદ ખેડૂત આંદોલનને સમર્થન આપવાની આડમાં ભારત વિરોધી પ્રોપગેંડા ખુલ્લો પડી ગયો છે. ગૃહપ્રધાન અમિત શાહે પણ આ અંગે ટ્વિટ કર્યું હતું. આ સમગ્ર ઘટના બાદ આજે દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઇ રહેલી આ ઉચ્ચસ્તરીય બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.

ગ્રેટા થનબર્ગ સામે પોલીસ ફરિયાદ
ટીન ક્લાઇમેટ એક્ટીવિસ્ટ Greta Thunberg સામે દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇ ભડકાઉ ટ્વીટ કરવા બદલ ગ્રેટા થનબર્ગ સામે દિલ્હી પોલીસે ફરિયાદ દાખલ કરી છે. જેમાં ભારત વિરુદ્ધ પ્રોપોગેન્ડા ફેલાવવાનો આરોપ છે. ગ્રેટા સામે 153 A, 120 B અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ભારત પર આંતરાષ્ટ્રીય દબાણ
ઉલ્લેખનીય છે કે મંગળવારે કરેલી પહેલી ટ્વીટમાં ગ્રેટા થનબર્ગે લખ્યું હતુ કે અમે ભારતના ખેડૂત આંદોલન માટે એકતા દેખાડીએ છીએ. આ સાથે ગ્રેટા થબનર્ગે એક ન્યૂઝ આર્ટિકલ શેર કર્યો હતો. આ સાથે જ ગ્રેટા દ્વારા એક ડોક્યુમેન્ટ શેર કરવામાં આવ્યું હતું જેમાં ભારત પર આંતરાષ્ટ્રીય દબાણ બનાવવાની કાર્યયોજના હતી. અને પાંચ ચરણોમાં દબાણ બનાવવાની યોજના હતી જોકે ત્યાર બાદ આ ટ્વીટ વિવાદમાં આવતા તેને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.

Next Article