BUDGET 2019 : સંરક્ષણ ક્ષેત્રે પહેલી વાર 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી, ગત વર્ષની સરખામણીએ 5 હજાર કરોડનો વધારો

|

Feb 01, 2019 | 8:51 AM

પાકિસ્તાન અને ચીન સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ વચ્ચે મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્ર પર ફોકસ કર્યું છે. નાણા પ્રધાન પીયૂષ ગોયલે બજેટ પ્રવચનમાં જાહેરાત કરી કે સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે 3 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આવું પહેલી વાર થયું છે કે જ્યારે ડિફેંસ સેક્ટર માટે 3 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જોકે 2018ની સરખામણીમાં આ […]

BUDGET 2019 : સંરક્ષણ ક્ષેત્રે પહેલી વાર 3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી, ગત વર્ષની સરખામણીએ 5 હજાર કરોડનો વધારો
India's "Akash" missiles, mounted on a truck, are displayed during the Republic Day parade in New Delhi January 26, 2007. REUTERS/B Mathur/Files

Follow us on

પાકિસ્તાન અને ચીન સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ વચ્ચે મોદી સરકારે સંરક્ષણ ક્ષેત્ર પર ફોકસ કર્યું છે.

નાણા પ્રધાન પીયૂષ ગોયલે બજેટ પ્રવચનમાં જાહેરાત કરી કે સરકારે સંરક્ષણ ક્ષેત્ર માટે 3 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આવું પહેલી વાર થયું છે કે જ્યારે ડિફેંસ સેક્ટર માટે 3 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જોકે 2018ની સરખામણીમાં આ સામાન્ય વધારો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગોયલે કહ્યું કે આપણા સૈનિકોના હિતોને ધ્યાનમાં રાખતા વન રૅંક વન પેંશન (OROP) હેઠળ સરકારે નિવૃત્ત સૈનિકોને 35 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. સૈનિકોની આ માંગ 40 વર્ષથી પડતર હતી.

નોંધનીય છે કે ગત બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે 2,95,511 કરોડ રૂપિયા ફાળવાયા હતા, તેના કરતા આ વખતે સંરક્ષણ બજેટમાં 5000 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે.

જોકે પાડોશી દેશ ચીન સાથે સરખામણી કરવામાં આવે, તો ભારતનું સંરક્ષણ બજેટ ચીન કરતા ત્રણ ગણુ ઓછું છે. સંસદીય સમિતિએ સંરક્ષણ બજેટ જીડીપીના હાલના 1.56 ટકાથી વધારી 3 ટકા કરવાની ભલામણ કરી હતી.

 [yop_poll id=”962″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:39 am, Fri, 1 February 19

Next Article