
કેન્દ્ર સરકારે લોકડાઉનનો આદેશ એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ લીધો છે અને તેના લીધે ગુજરાતમાં જે પણ જિલ્લામાં કોરોનાના ટેસ્ટ પોઝિટિવ છે ત્યાં લોકડાઉન રહેશે. જો કે કેન્દ્ર સરકારે લોકડાઉન 31 માર્ચ સુધી રાખવા કહ્યું છે પણ ગુજરાતમાં આંશિક રીતે 25મી માર્ચ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જે વધારવામાં આવી શકે છે. સરકારે ખાતરી આપી છે કે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ લોકો સુધી મળતી રહેશે.
ક્યાં ક્યાં શહેરમાં લોકડાઉન રહેશે?
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, અને રાજકોટ 25 માર્ચ સુધી રહેશે સંપૂર્ણ બંધ.
દવાઓ, તબીબી ઉપકરણો, શાકભાજી-કરિયાણુ, જીવન આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો અને અન્ય જીવન આવશ્યક સેવાઓ રહેશે ચાલુ. #CoronavirusPandemic #CoronaChainScare #COVID #TV9News pic.twitter.com/1b1uxBJKTw— Tv9 Gujarati (@tv9gujarati) March 21, 2020
દેશભરમાં 75 જિલ્લા જ્યાં કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે ત્યાં લોકડાઉન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જો કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં જ્યાં કેસ સામે આવ્યો છે ત્યાં લોકડાઉન રહેશે. આ સમયે માત્ર નીચે મુજબની સેવાઓ જ કાર્યરત રહેશે તેવું રાજ્ય સરકારે જણાવ્યું છે. જો કોઈ ભંગ કરશે તો તેની સામે એપીડેમિક ડિસીઝ એક્ટ 1897 અંતગર્ત કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોના વાઈરસના 18 કેસ સામે આવ્યા છે. જેના લીધે ST બસ અને ખાનગી બસોના અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગુજરાતથી કોઈપણ બસ અવરજવર કરી શકશે નહીં. ગુજરાતની તમામ રાજ્યની જે સરહદ છે તેને સીલ કરી દેવાઈ છે. કોઈપણ પેસેજન્જર સેવા જેવી કે ટેક્સી કેબ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓ લોકોને મળી રહેશે તેની સરકારે કાળજી રાખી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]