સચિવાલયના તમામ કર્મચારીઓને અપાશે કોરોનાની વેક્સિન, વિધાનસભાની કામગીરી વહેલી નહી અટોપાય

|

Mar 25, 2021 | 2:53 PM

ગુજરાતમાં કોરોનાનો ( corona ) કહેર વધતા, ગુજરાત સરકારે સચિવાલયના ( Secretariat ) તમામ કર્મચારીઓને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત વિઘાનસભાનું ( gujarat vidhansabna ) સત્ર ટુંકાવવા અંગે ચાલી રહેલી ચર્ચાનો અંત આણતા મુખ્યપ્રધાને કહ્યું કે, વિધાનસભાનુ અંદાજપત્ર સત્ર તેની નિયત તારીખ એટલે કે પહેલી એપ્રિલના રોજ જ પૂર્ણ થશે.

ગુજરાતમાં કોરોનાનુ ( corona ) સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કોરોનાથી પ્રધાનો, ધારાસભ્યો કે સચિવાલયમાં ( Secretariat ) બિરાજતા અધિકારીઓ પણ બાકાત રહ્યાં નથી. કર્મચારીઓને કારણે પ્રધાનોને હોમ ક્વોરોન્ટાઈન થવાની ફરજ પડી રહી છે. આ સ્થિતિ નિવારવા માટે, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણીએ, ગુજરાતના તમામ પ્રધાનોના અંગત સ્ટાફને કોરોના વેક્સિન લેવા માટે સુચના આપી છે.

મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણીએ, રાજ્ય પ્રધાન મંડળના તમામ સ્ટાફ ઉપરાંત સચિવાલયના તમામ કર્મચારીઓને પણ કોરોના સામે રક્ષણ આપવા માટે કોરોનાની વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અંગે સંબધિત વિભાગને જરૂરી સુચના પણ આપી દીધી છે.

પ્રધાનમંડળના સભ્યોના અંગત સચિવને કોરોના થતા, રાજ્ય પ્રધાન મંડળના સભ્યોએ. કોરોના ગાઈડલાઈનના નિતી નિયમ અનુસાર પ્રધાનોને હોમ ક્વોરન્ટાઈન થવાની ફરજ પડી રહી છે. આ એવા સમયે હોમ ક્વોરન્ટાઈન થઈ રહ્યાં છે. જ્યારે ગુજરાત વિઘાનસભાનુ અંદાજપત્ર સત્ર યોજાઈ રહ્યુ છે.

 

મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાનું ( gujarat vidhansabna ) હાલ ચાલી રહેલું અંદાજપત્ર સત્ર ટુંકાવવાની કોઇ જ વાત નથી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, વિધાન સભા ગૃહના કામકાજના હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે અને વિધાન સભા ગૃહ નિર્ધારીત સમય મુજબ તા. ૧ એપ્રિલે જ પૂર્ણ થશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એમ પણ ઉમેર્યુ કે, વિધાનસભાના કામકાજમાં હવે આવતીકાલથી હોળી-ધૂળેટીના તહેવારની ત્રણ દિવસની રજા છે. ત્યાર પછી જ્યારે ગૃહ મળશે ત્યારે બજેટ સત્રના નાણાંકીય બિલો સહિત અન્ય કાયદાકીય બિલ્સ જે બાકી છે તે પણ ગૃહમાં રજૂ થશે. વિધાન સભા સત્ર આગામી ૧ એપ્રિલ ર૦ર૧ સુધી ચાલશે જ અને સત્ર ટુંકાવવામાં આવવાનું નથી તેમ મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણીએ કહ્યુ હતું

 

Next Video