કેન્દ્ર સરકારની ખેડૂતોને 6000 રૂપિયા આપવાની યોજના પર હાયતોબા મચાવનારું વિપક્ષ ખુદ પહેલેથી જ ચલાવી રહ્યું છે ઘણાં રાજ્યોમાં આવી યોજનાઓ, જાણો કયા રાજ્યમાં કઈ સરકાર કેટલા પૈસા આપી રહી છે

|

Feb 02, 2019 | 8:58 AM

આપણાં દેશમાં કેન્દ્ર સરકારોમાં મોદી સરકાર એવી પહેલી સરકાર બની છે જેણે ખેડૂતોને વાર્ષિક આર્થિક મદદ આપવાની યોજના શરૂ કરી છે. જેની જાહેરાત ગઈ કાલે બજેટમાં કરવામાં આવી. આ યોજનાનું નામ છે ‘PM કિસાન સન્માન નિધિ’ જે અંતર્ગત હવે 12 હેક્ટર એટલે કુલ 5 એકરડ કે 25 વીઘાથી ઓછા ખેતર ધરાવતા ખેડૂતોને વાર્ષિક રૂ. 6 […]

કેન્દ્ર સરકારની ખેડૂતોને 6000 રૂપિયા આપવાની યોજના પર હાયતોબા મચાવનારું વિપક્ષ ખુદ પહેલેથી જ ચલાવી રહ્યું છે ઘણાં રાજ્યોમાં આવી યોજનાઓ, જાણો કયા રાજ્યમાં કઈ સરકાર કેટલા પૈસા આપી રહી છે

Follow us on

આપણાં દેશમાં કેન્દ્ર સરકારોમાં મોદી સરકાર એવી પહેલી સરકાર બની છે જેણે ખેડૂતોને વાર્ષિક આર્થિક મદદ આપવાની યોજના શરૂ કરી છે. જેની જાહેરાત ગઈ કાલે બજેટમાં કરવામાં આવી.

આ યોજનાનું નામ છે ‘PM કિસાન સન્માન નિધિ’ જે અંતર્ગત હવે 12 હેક્ટર એટલે કુલ 5 એકરડ કે 25 વીઘાથી ઓછા ખેતર ધરાવતા ખેડૂતોને વાર્ષિક રૂ. 6 હજાર  આપવામાં આવશે. પરંતુ વિપક્ષ તો એ ભૂલી જ ગયું કે તેમના પોતાના રાજ્યોમાં જ આવી યોજનાઓ ચાલી રહી છે.

આવો, જોઈએ કયા કયા રાજ્યોમાં આવી યોજનાઓ ચાલી રહી છે અને કયા રાજ્યમાં કઈ સરકાર ખેડૂતોને કેટલી આર્થિક મદદ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

તેલંગાણા

આંધ્રપ્રદેશથી થોડા વર્ષો પહેલા અલગ થઈને બનેલા તેલંગાણા દક્ષિણ ભારતનું એક નાનકડું રાજ્ય છે જેના મુખ્યપ્રધાન છે કે.ચંદ્રશેખર રાવ. અહીં TRSની સરકાર છે. રાવ સાહેબે સત્તામાં પાછા આવવા માટે ‘રાયતુ બંધૂ યોજના’ લૉન્ચ કરી છે જે અંતર્ગત ખેડૂતોને ખાતર, બીજ, કીટનાશક વગેરેના સમર્થન માટે પ્રતિ એકર અને પ્રતિ સીઝન 4 હજાર રૂપિયા આપવામાં આવે છે. તેલંગાણાના ખેડૂતો એક વર્ષમાં સામાન્ય રીતે 2 સીઝનની ખેતી કરે છે. આ પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતોને વાર્ષિક રૂ.3 હજાર આપે છે.

TV9 Gujarati

 

ઓરિસ્સા

ઓરિસ્સાની કાલિયા યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ રાજ્ય સરકાર કરી રહી છે. ઓરિસ્સામાં BJD (Biju Janta Dal)ના નવીન પટનાયકની સરકાર છે. પટનાયક સરકારની આ યોજના અંતર્ગત નાના ખેડૂતોને 10 હજાર રૂપિયા પ્રતિ વર્ષ આર્થિક મદદ ઉપજ માટે આપવામાં આવે છે.

ઓરિસ્સામાં ખેડૂતોને રબી અને ખરીફ પાકો માટે 10 હજાર રૂપિયા વાર્ષિક આપે છે. વર્ષમાં 2 વાર 5-5 હજાર રૂપિયા આપવામાં આવે છે.

તે સિવાય, ઓરિસ્સા સરકાર જે ખેડૂતો પાસે જમીન નથી તેવા ખેડૂતોને રૂ.12,500ની સહાય કરે છે જેનો ઉપયોગ માછલી પાલન, મરઘા પાલન, બકરી પાલન અને મશરૂમની ખેતી માટે કરી શકાય છે.

તો આ પ્રમાણે જોઈએ તો જો તમે જમીન ભાડે લઈને ખેતી અને પશુપાલન કરી રહ્યાં છો તો તમને આ બંને યોજના ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાની મદદ એટલે કે વાર્ષિક રૂ.28,500 એટલે માસિક રૂ.2,375ની આર્થિક મદદ મળી રહે છે.

અને આ પ્રકારની યોજનાઓ સ્વાભાવિક રીતે, મદદના હેતુથી જ હોય. અલગ અલગ જગ્યાએથી જો નાની-મોટી આર્થિક મદદ મળતી રહે તો સરવાળે ખેડૂતોને ઘણી મદદ મળે છે.

પશ્વિમ બંગાળ

પશ્વિમ બંગાળમાં TMCની મમતા બેનર્જી સરકાર છે. રાજ્યમાં ખેડૂતો અને ખેતી કરતા મજૂરો માટે 2 યોજનાઓની ઘોષણા કરી દેવાઈ છે. ખેડૂતોમાં 2 હપ્તામાં 5 હજાર રૂપિયા પ્રતિ એકર આપવાની વાત રાજ્ય સરકારે કરી છે.

ઝારખંડ

ઝારખંડમાં ભાજપની સરકાર છે અને મુખ્યમંત્રી છે રઘુબર દાસ. દાસ સરકારે ખેડૂતો માટે વર્ષ 2018માં ઈનકમ સપોર્ટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. ઝારખંડ સરકારે રાજ્યના 23 લાખ મધ્યમ અને નાના ખેડૂતોને વાર્ષિક રૂ. 5 હજાર પ્રતિ એકર આપવાનો નિર્ણય કર્યો છે.

[yop_poll id=986]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article