
નેતાઓની સભાઓમાં પત્રકારોની હાજરી હોય જ છે. તામિલનાડુમાં પણ કોંગ્રેસની એકસભામાં કોંગી કાર્યકર્તાઓ પોતાનું ભાન ભૂલી ગયા હતા અને પત્રકારને માર માર્યો હતો. આ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
થયું એવું એક તમિલનાડુમાં કોંગ્રેસ એક જગ્યાએ સભાનું આયોજન કર્યું હતું અને તેમાં લોકોની વધારે હાજરી ન હોવાથી ખુરશીઓ ખાલી રહી હતી. આમ ફોટો-જર્નાલીસ્ટ તે ખાલી ખુરશીઓનો ફોટો લેવા જતા કોંગી કાર્યકર્તાઓ વિફર્યા હતા અને પોતાની મર્યાદા ભૂલીને એક ફોટો-જર્નાલીસ્ટને માર માર્યો હતો. એક તરફ રાહુલ ગાંધી પોતે પત્રકારોની મદદ કરે છે અને ક્યારેક તેને પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડે તેવા કિસ્સાઓ પણ બન્યા છે તો બીજી બાજુ તે જ પાર્ટીના કાર્યકર્તાઓ ભાન ભૂલીને પત્રકારને માર મારી રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]