1952માં કોંગ્રેસ પાર્ટીનું 21 રાજ્ય સાથે દેશમાં હતું એકહથ્થુ શાસન, આજે એ જ પાર્ટીને છે પોતાના અસ્તિત્વની તલાશ!

આઝાદી પછી પહેલી ચૂંટણીમાં દેશમાં 21 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. આજે 2019ના વર્ષમાં આ આંકડો 06 રાજ્ય સુધી ગગડી ગયો છે. વિવિધ વર્ષમાં યોજાયેલી ચૂંટણીઓમાં જોવા જઈએ તો 1952ના વર્ષમાં કોંગ્રેસની 21 રાજ્યોમાં સરકાર હતી. જે પછી તરત જ 1967ના વર્ષમાં ચૂંટણીઓ આવી ત્યારે કોંગ્રેસના રાજ્યો પર નજર કરીએ તો તેણે 11 રાજ્યોમાં પોતાની જીત […]

1952માં કોંગ્રેસ પાર્ટીનું 21 રાજ્ય સાથે દેશમાં હતું એકહથ્થુ શાસન, આજે એ જ પાર્ટીને છે પોતાના અસ્તિત્વની તલાશ!
| Updated on: Feb 13, 2019 | 2:23 PM

આઝાદી પછી પહેલી ચૂંટણીમાં દેશમાં 21 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. આજે 2019ના વર્ષમાં આ આંકડો 06 રાજ્ય સુધી ગગડી ગયો છે.

વિવિધ વર્ષમાં યોજાયેલી ચૂંટણીઓમાં જોવા જઈએ તો 1952ના વર્ષમાં કોંગ્રેસની 21 રાજ્યોમાં સરકાર હતી. જે પછી તરત જ 1967ના વર્ષમાં ચૂંટણીઓ આવી ત્યારે કોંગ્રેસના રાજ્યો પર નજર કરીએ તો તેણે 11 રાજ્યોમાં પોતાની જીત મેળવી હતી. ત્યારબાદ 1971ની સાલમાં યોજાયેલી કોંગ્રેસ પોતાની છબી સુધારવા સક્ષમ રહી હતી અને જે 11 રાજ્યોમાં તેને જીત્યાં હતા તેમાં હવે વધારો થઈ ગયો હતો. 1971માં કોંગ્રેસે 17 રાજ્યોમાં પોતાની જીત મેળવી હતી.

TV9 Gujarati

 

આ બાદ 1985ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં જો કોંગ્રેસના પ્રદર્શનની વાત કરીએ તો તેને ફટકો પડ્યો હતો અને માત્ર 12 રાજ્યો જ તેના તાબા હેઠળ રહ્યાં હતાં.1995નું વર્ષ કોંગ્રેસમાં માટે ફરી ઉમ્મીદ લાવ્યું કારણ કે ગત વર્ષની ચૂંટણી કરતાં આ વર્ષે કોંગ્રેસને વધારે રાજ્યોમાં વિજય પતાકા લહેરાવાનો મોકો મળ્યો હતો. 1995ના વર્ષમાં કોંગ્રેસે 14 રાજ્યોમાં જનાદેશ મેળવ્યો હતો. ત્યારબાદ સીધા 2005ની સાલમાં આવ્યા અને કોંગ્રેસની સ્થિતિ પર નજર કરીએ તો તેને 2005ની સાલમાં 15 રાજ્યોમાં જીત મળી હતી.

2014ના વર્ષમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ માનવામાં આવે છે કારણ કે જેની પાસે એક સમયમાં આખા ભારતના 21 જેટલાં રાજ્યો હતાં તે માત્ર 6 રહી ગયાં હતાં. આમ પ્રજાએ કોંગ્રેસને માત્ર 6 રાજ્યો પૂરતી દેશમાં 2014ની ચૂંટણીમાં સીમિત કરી દીધી હતી. હાલમાં 6 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. આમ 1952ની સાલથી કોંગ્રેસની જીતનું આંકલન કરીએ તો છેલ્લાં 67 વર્ષમાં કોંગ્રેસે 15 રાજ્યોમાં ગુમાવી દીધા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]