રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો નહી ઊભા રાખે, ભાજપના બન્ને ઉમેદવારો થશે બિનહરીફ વિજેતા

|

Feb 16, 2021 | 4:03 PM

રાજ્યસભાના ( Rajya Sabha ) સભ્ય એવા ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણી આગામી માર્ચમાં યોજાનાર છે. બે સભ્ય માટે કેન્દ્રીય ચૂંટણી પંચે અલગ અલગ જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેના કારણે, બે સભ્યો પૈકી કોઈ એક કે બન્ને બેઠકો જીતી શકે એટલી સભ્ય સંખ્યા કોંગ્રેસ ( congress ) પાસે વિધાનસભામાં નથી. આથી કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીમાં ઉમેદવાર જ ઉભા નહી રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ભાજપના (bjp) બન્ને ઉમેદવારો બિનહરીફ વિજયી જાહેર થશે.

જીત માટે પૂરતા ધારાસભ્યો ના હોવાથી કોગ્રેસે લડવાનું માંડી વાળ્યુ

આગામી માર્ચ મહિનામાં, રાજ્યસભાની ( Rajya Sabha ) બે બેઠક માટે યોજાનાર ચૂંટણી પૂર્વે જ ભાજપે (bjp) જાહેર કરેલા બન્ને ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થશે. કોંગ્રેસે (congress) ધારાસભ્યોની સભ્ય સંખ્યાને ધ્યાને રાખીને, રાજ્યસભાની બે બેઠક માટે ઉમેદવારો ઊભા નહી રાખવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે, ભાજપે આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલા રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિ, ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે બિનહરીફ વિજેતા જાહેર થશે. રાજ્યસભાની બે બેઠક માટે એક જાહેરનામાને બદલે અલગ અલગ જાહેરનામુ બહાર પાડ્યુ હોવાથી, ઉમેદવાર વિજયી થાય એટલી માત્રામાં મતદાન કરી શકે એટલા ધારાસભ્યો કોંગ્રેસ પાસે નથી. જેના કારણે તેઓ જે કોઈ ઉમેદવાર ઊભા રાખે તેનો હાર નિશ્ચિત હોવાથી, ઉમેદવાર ઊભા નહી રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં જનારા કોંગ્રેસના સભ્યની સંખ્યા હવે ઘટીને માત્ર ત્રણ જ થઈ જશે.

Next Video