મનપા, પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસ 50 ટકા યુવાનોને ઉમેદવાર બનાવશે

|

Jan 24, 2021 | 7:58 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસ ( congress ) 50 ટકા યુવાનોને ઉમેદવાર બનાવશે. હાલ કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી અંગે ત્રીજા ચરણની કાર્યવાહી ચાલે છે. જે એક સપ્તાહમાં પૂરી કરી દેવાશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ કોંગ્રેસમાં ( congress ) પણ ઉમેદવારોની પસંદગીને લઈને ધમઘમાટ શરૂ થયો છે. ગુજરાતમાં કોંગ્રેસે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં યુવાનોને વધુને વધુ ટીકીટ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જિલ્લા અને તાલુકા પંચાયત કે પછી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ઓછામાં ઓછા 50 ટકા યુવાનોને ટીકીટ આપવાનુ મન કોંગ્રેસ હાઈકમાન્ડે બનાવી નાખ્યુ છે.

કોંગ્રેસે પણ આ ચૂંટણીમાં ભાજપની માફક જ પર્ફોરમન્સ બેઝ ઉમેદવારો નક્કી કરવાનું નક્કી કર્યું છે. જે કોઈ ઉમેદવાર હોય તેણે કોંગ્રેસ પક્ષ માટે યોગદાન આપેલુ હોવું જોઈશે.  વર્તમાન કોર્પોરેટરોએ કરેલી કામગગીરીની સમિક્ષા કરવામાં આવશે. જો સારી કામગીરી હશે તો કોર્પોરેટરને રિપીટ કરવામાં આવશે. અન્યથા અન્ય કાર્યકરને તક આપવામાં આવશે. હાલ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ત્રીજા ચરણમાં હોવાનું કોંગ્રેસના આંતરીક સૂત્રોનું કહેવુ છે. પહેલા ચરણમાં સંભવિત ઉમેદવારો તરીકે બાયોડેટા મંગાવવામાં આવ્યા હતા. બીજા ચરણમાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. જ્યારે આગામી એક સપ્તાહમાં ત્રીજા ચરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

 

Next Video