ગુજરાતમાં ભાજપને મજબૂત રાખવાનું કામ કોંગ્રેસના ગદ્દારો કરી રહ્યા છેઃ હાર્દિક

|

Feb 18, 2021 | 2:57 PM

ગુજરાત કોંગ્રેસના (CONGRESS) કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દીક પટેલે ( HARDIK PATEL ) ચોકાવનારુ નિવેદન કરતા કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપને ( BJP ) મજબૂત કરવાનું કામ કોંગ્રેસના જ કેટલાક ગદ્દારો કરી રહ્યાં છે. આવા ગદ્દારો સામે કોંગ્રેસે પગલા ભર્યા છે. હજુ પણ કેટલાક એવા છે કે જેમણે મનપા, પંચાયત, પાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે. તેમની સામે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પૂરી થયા બાદ શિસ્તભંગના પગલા લેવાશે.

ગુજરાતમાં ભાજપ (BJP)ને મજબૂત રાખવાનુંં કામ કોંગ્રેસ (CONGRESS) પક્ષના જ કેટલાક ગદ્દારો જ કરી રહ્યા હોવાનું કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દીક પટેલે (HARDIK PATEL) કહ્યું છે. આવા ગદ્દારોને પક્ષની બહારનો રસ્તો બતાવી દેવાયો છે. હજુ પણ કેટલાક ગદ્દારો સામે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ પગલા ભરવાની વાત કરી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે, કહ્યુ કે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક મહાનગરપાલિકાના પ્રશ્નો અલગ અલગ છે. અમદાવાદમાં સ્કુલ ફી, રાજકોટમાં પાણીની સમસ્યા છે. આવા સ્થાનિક મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જવાનો નિર્ધાર કર્યો છે. રાજકોટમાં પાંચ જાહેર સભા કરી છે. રાજકોટને સારુ સ્વચ્છ અને પુરતા પ્રેશરથી પાણી મળે તેવી વાત કરી છે. કોર્પોરેશનની નવી શાળાઓ બનશે. ફ્રિ વાઈફાઈ ઝોન બનાવવાનુ વચન આપીએ છીએ. રાજકોટમાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે. તાલુકામાં અને જિલ્લા પંચાયતમાં મોધવારી, ખેડૂતોનો પ્રશ્ન, બેરોજગારી જેવા મુદ્દાઓ છે. જનતાએ નક્કી કરી લીધુ છે કે સરકારની વિરુધ્ધ મત આપવો. ભાજપે અધિકારી અને પોલીસ બળ ઉપર કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ રદ કર્યા છે, ઘરે શૌચાલય નથી તેવા બહાને રદ કર્યા છે. પાર્ટી વિરુધ્ધ કામ કર્યુ હોય તેવા કોંગ્રેસના કાર્યકરો, નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. ભાજપને મજબુત રાખવાનું કામ કોંગ્રેસના ગદ્દારોએ કર્યુ છે. તેવાઓ સામે પગલા લેવાયા છે. જનતા, પાર્ટી વિરુધ્ધ કામ કરનાર સામે કોંગ્રેસ પગલા ભરશે.

Next Video