BJPના ‘આઇટી સેલ’ સામે કોંગ્રેસ ઉતારશે ‘સોશિયલ મીડિયા વોરિયર્સ’, કરશે 5 લાખ યુવાનોની ભરતી

|

Feb 07, 2021 | 4:48 PM

કોંગ્રેસ વિશાળ સંખ્યામાં 'સોશિયલ મીડિયા વોરિયર્સ'ની ભરતીનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન અંતર્ગત લગભગ 5 લાખ સોશ્યલ મીડિયા યોદ્ધાઓની ભરતી કરવામાં આવશે.

BJPના આઇટી સેલ સામે કોંગ્રેસ ઉતારશે સોશિયલ મીડિયા વોરિયર્સ, કરશે 5 લાખ યુવાનોની ભરતી
સોશિયલ મીડિયા વોર

Follow us on

સોશ્યલ મીડિયા પર ભાજપ સાથે બાથ ભીડવા માટે કોંગ્રેસ પૂર્ણ શક્તિ સાથે ઉતારવા જઈ રહી છે. કોંગ્રેસ વિશાળ સંખ્યામાં ‘સોશિયલ મીડિયા વોરિયર્સ’ની ભરતીનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન અંતર્ગત લગભગ 5 લાખ સોશ્યલ મીડિયા યોદ્ધાઓની ભરતી કરવામાં આવશે. ટૂંક સમયમાં ભાજપના આઈટી સેલ અને કોંગ્રેસના સોશ્યલ મીડિયા વોરીયર્સ વચ્ચે કીબોર્ડ યુદ્ધ જોવા મળશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયા છે અખાડો

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર લડત જોવા મળશે. સોશિયલ મીડિયાને લગતા પ્લેટફોર્મ્સ હવે એક અખાડો બનવા જઈ રહ્યો છે. કોંગ્રેસ 5 લાખ સોશિયલ મીડિયા વોરીયર્સની ભરતી માટે સોમવારે હેલ્પલાઈનની જાહેર કરશે. ખાનગી સમાચાર કંપનીના અહેવાલથી આ માહિતી બહાર આવી છે. 2014 ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ ચૂંટણીલક્ષી રમતમાં ભાજપ સામે ઓછી ઉતરતી જોવા મળે છે. સતત પરાજિત થવા પર કોંગ્રેસમાં આત્મચિંતન થતું રહ્યું છે. જેનું પરિણામ છે આ અભિયાન.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોંગ્રેસનું નવું અભિયાન
કોગ્રેસે નક્કી કરી લીધું છે કે તે હવે ભાજપ સામે સોસિયલ મીડિયા વોરમાં ટક્કર આપશે. અત્યાર સુધી પ્રચાર અને પ્રસાર માટે ભાજપે જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે તે જોતા કોંગ્રેસ પણ આ નીતિઓ પર આગળ વધતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા વોરીયર્સ કાર્યક્રમ અંતર્ગત દેશના ખૂણે ખૂણા સુધી પોતાની ઉપસ્થિતિને બજબુત કરવાનો પ્લાન કોગ્રેસ બનાવી રહી છે.

આવી રીતે સિલેક્ટ કરવામાં આવશે 5 લાખ લોકોને
કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના અલગ અલગ જીલ્લાઓમાંથી 50 હજાર લોકોને સિલેક્ટ કરશે. આ લોકોની મદદ માટે અન્ય 4.5 લાખ કાર્યકર્તાઓને જોડવામાં આવશે. કોગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આપેલી જાણકારી અનુસાર સોશિયલ મીડિયા સેલમાં સિલેક્ટ થવા પહેલા ઉમેદવારની ઓળખ અને તપાસ કરવામાં આવશે. જલ્દી જ આ ભરતી પૂરી કરવામાં આવશે અને એના માટે તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે હવે ભાજપના સોશિયલ મીડિયા મહારથીઓ સામે લડવા માટે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા વોરીયર્સ તૈયાર કરવામાં આવશે. બંને વચ્ચે સોશિયલ મીડિયા યુદ્ધ ટૂંક સમયમાં જ જોવા મળશે.

Next Article