
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી દરમિયાન આરોપ અને પ્રત્યારોપના દોર વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરંસ કરીને રાજ્યની ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા છે , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે રુપિયા આપીને ધારાસભ્યો ખરીધ્યા છે, ઉપરાંત ચાવડાએ આક્ષેપ લગાવતા કહ્યું કે તમામ મોર્ચે નિષ્ફળ નીવડી છે.અમિત ચાવડાએ ભાજપ સરકાર પર વાર કરતા કહ્યું કે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવાની બાબત હોય, યુવાનોની ભરતી પ્રકિયા હોય કે પછી પ્રાઇવેટ શાળા-કોલેજોની ફી માફ કરવાનો મુદ્દો હોય અને મુદ્દે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો