જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના રાજીનામા પર કર્યો ખુલાસો, મેં આજે કોઈ રાજીનામું આપ્યું નથી

લોકસભા ચૂંટણી બાદ જાણે એક કલાક અને એક રાજીનામું એવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદ પરથી રાજીનામું ધરી દીધુ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી પણ પોતાના શીરે લીધી છે. લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી સૌ કોઈ પોતાના શીરે લઈ રહ્યું છે […]

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના રાજીનામા પર કર્યો ખુલાસો, મેં આજે કોઈ રાજીનામું આપ્યું નથી
| Updated on: Jul 07, 2019 | 1:15 PM

લોકસભા ચૂંટણી બાદ જાણે એક કલાક અને એક રાજીનામું એવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદ પરથી રાજીનામું ધરી દીધુ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે. લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી પણ પોતાના શીરે લીધી છે. લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી સૌ કોઈ પોતાના શીરે લઈ રહ્યું છે અને આ બહાને રાજીનામું પણ આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની શરૂઆત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશના ઈટાવામાં આ વૃદ્ધને ટ્રેનની ટિકિટ હોવા છતાં ઉતારી દેવાયા, બસમાં ગાજીયાબાદ સુધી કરવી પડી સફર

જો કે તે પહેલા રાજ બબ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. સિંધિયાએ કહ્યું કે મે આજે નહીં પણ 10 દિવસ અગાઉ જ રાજીનામું આપી દીધુ છે. સાથે લોકસભા ચૂંટણીમાં મળેલી જવાબદારી બદલ રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે જે લોકો પર જવાબદારી હોઈ તેમને જવાબ પણ આપવો પડે છે. જો પાર્ટીએ ચૂંટણીમાં સારું પ્રદર્શન નથી કર્યું તો તેનો એક જવાબદાર હું પણ છું. જેથી મેં આપમેળે મારી જવાબદારી સમજીને રાજીનામું ધરી દીધુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો