અમિત ચાવડાના પત્રનો ધનરાજ નથવાણીએ આપ્યો જવાબ, રિલાયન્સ ગુજરાતમાં દરરોજ 400 ટન ઓક્સિજન કરે છે સપ્લાય

|

Apr 20, 2021 | 6:11 PM

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઓક્સિજનની અછતને પુરવા રિલાયન્સ કંપનીને અપીલ કરી છે. રિલાયન્સ કંપની ગુજરાતને પણ ઓક્સિજન આપે તેવી રજૂઆત કરી છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઓક્સિજનની અછતને પુરવા રિલાયન્સ કંપનીને અપીલ કરી છે. રિલાયન્સ કંપની ગુજરાતને પણ ઓક્સિજન આપે તેવી રજૂઆત કરી છે. અમિત ચાવડાએ ટ્વિટ કરીને રિલાયન્સ કંપનીને ગુજરાતનું ગૌરવ ગણાવી, સાથે જ મહારાષ્ટ્રમાં ઓક્સિજન સપ્લાય કરવાના કામને બિરદાવ્યું. મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ ઓક્સિજન અપાય તેવી અપીલ કરી.

તો આ તરફ ધનરાજ નથવાણીએ ટ્વિટ કરી અમિત ચાવડાને આડકતરી રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, રિલાયન્સ જામનગર દ્વારા દરરોજ 400 ટન ઓક્સિજન ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે, જે ગુજરાત માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ઉપરાંત તેમણે અમિત ચાવડા પર પ્રહાર કરતા કહ્યું કે, તમારો પત્ર રાજ્યના રાજકીય નેતા હોવા અંગે જાગૃતિનો અભાવ બતાવે છે.

 

આ પણ વાંચો: Mehsana: SMC હોસ્પિટલમાં ખુટી પડ્યો ઓક્સિજનનો જથ્થો, હોસ્પિટલ દ્વારા દર્દીઓને અન્ય જગ્યાએ સારવાર લેવા કરાઈ અપીલ

Next Video