કોંગ્રેસ 8 બેઠકોની પેટાચૂંટણીમાં પ્રજાદ્રોહ-પક્ષપલટુનો બનાવશે મુદ્દો, સિનીયર નેતાઓને સોપી જવાબદારી

|

Jul 02, 2020 | 9:16 AM

ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસ તૈયારીઓ આદરી છે. કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામા આપવાના કારણે, ખાલી પડેલી આઠ બેઠક ફરીથી જીતવા માટે કોંગ્રેસ તેના વરિષ્ઠ નેતાને જવાબદારી સોપશે. રાજ્યસભાના સાંસદ બનેલા શક્તિસિંહ ગોહીલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી, ગૌરવ પંડ્યા અને ધારાસભ્ય પૂંજા વંશને જવાબદારી સોપવામાં આવશે. […]

કોંગ્રેસ 8 બેઠકોની પેટાચૂંટણીમાં પ્રજાદ્રોહ-પક્ષપલટુનો બનાવશે મુદ્દો, સિનીયર નેતાઓને સોપી જવાબદારી

Follow us on

ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે કોંગ્રેસ તૈયારીઓ આદરી છે. કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામા આપવાના કારણે, ખાલી પડેલી આઠ બેઠક ફરીથી જીતવા માટે કોંગ્રેસ તેના વરિષ્ઠ નેતાને જવાબદારી સોપશે. રાજ્યસભાના સાંસદ બનેલા શક્તિસિંહ ગોહીલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી, ગૌરવ પંડ્યા અને ધારાસભ્ય પૂંજા વંશને જવાબદારી સોપવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી સમયે રાજીનામાં આપનારા કોંગ્રેસના આઠ ધારાસભ્યો પૈકી અત્યાર સુધીમા પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. અને તેઓ પુનઃપેટા ચૂંટણી લડે તેવી સંભાવના છે. આ મુદ્દે કોંગ્રેસે અત્યારથી જ રણનિતી બનાવી લીધી છે. અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપની ટિકીટ પર પેટાચૂંટણી લડનારા અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને, પક્ષપલટુને જાકારો આપવાનો મુદ્દો બનાવીને જે પ્રકારે ચૂંટણી હરાવડાવી તે જ પ્રકારે પક્ષપલટુનો મુદ્દો બનાવીને પાંચેયને ઘરભેગા કરીને આઠેય બેઠકો જીતવા માટે પ્રયાસ કરાશે.

Next Article