લોકસભા ચૂંટણીમાં ગુજરાતને લઈને કૉંગ્રેસનું થઈ ગયું ભાજપ વિરોધીઓ સાથે SETTING, થઈ ગયું સ્પષ્ટ કોણ, ક્યાંથી અને કેટલી બેઠકો પર લડશે ચૂંટણી : Video

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ની જેમ લોકસભા ચૂંટણી 2019માં પણ ગુજરાત કૉંગ્રેસ ભાજપ વિરોધી તાકાતોનો સાથ લેશે. કૉંગ્રેસ ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી નહીં લડે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસે તૈયારીઓ શરુ કરી દિધી છે. કૉંગ્રેસ ફેબ્રુઆરીમાં જ ઉમેદવારોને મૅંડેટ આપી શકે છે. વિધાનસભા ચૂંટણીની જેમ કૉંગ્રેસ રાજ્યમાં ભાજપ વિરોધી શક્તિઓનો સાથ લેશે […]

લોકસભા ચૂંટણીમાં ગુજરાતને લઈને કૉંગ્રેસનું થઈ ગયું ભાજપ વિરોધીઓ સાથે SETTING, થઈ ગયું સ્પષ્ટ કોણ, ક્યાંથી અને કેટલી બેઠકો પર લડશે ચૂંટણી : Video
| Updated on: Jan 31, 2019 | 10:17 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ની જેમ લોકસભા ચૂંટણી 2019માં પણ ગુજરાત કૉંગ્રેસ ભાજપ વિરોધી તાકાતોનો સાથ લેશે. કૉંગ્રેસ ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી નહીં લડે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસે તૈયારીઓ શરુ કરી દિધી છે. કૉંગ્રેસ ફેબ્રુઆરીમાં જ ઉમેદવારોને મૅંડેટ આપી શકે છે. વિધાનસભા ચૂંટણીની જેમ કૉંગ્રેસ રાજ્યમાં ભાજપ વિરોધી શક્તિઓનો સાથ લેશે અને વધુમાં વધુ બેઠકો જીતવાનો પ્રયત્ન કરશે.

સૂત્રોએ જણાવ્યું કે કૉંગ્રેસે 26માંથી 23 બેઠકો પર જ પોતાના ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો છે, કારણ કે હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી પણ ચૂંટણી લડી શકે છે. તેવી પરિસ્થિતિમાં કૉંગ્રેસ હાર્દિક-જિગ્નેશને ટેકો આપશે અને તેમની બેઠકો પર પોતાના ઉમેદવાર નહીં ઉતારે. તેવી જ રીતે કૉંગ્રેસ ટ્રાયબલ પાર્ટીના છોટુ વસાવાને પણ ટેકો આપશે અને તેઓ જે બેઠક પરથી ચૂંટણી લડશે, ત્યાંથી પણ કૉંગ્રેસ પોતાના ઉમેદવારને નહીં ઉતારે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસના લગભગ તમામ વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડશે. પૂર્વ પ્રદેશ અધ્ક્ષો, પૂર્વ કેન્દ્રીય પ્રધાનો અને વિધાનસભા ચૂંટણીમાં હારેલા નેતાઓ પણ કૉંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદીમાં સામેલ રહેશે. આ સાથે જ કૉંગ્રેસ હાલના ચાર ધારાસભ્યોને પણ ટિકિટ આપી શકે છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે કૉંગ્રેસ સારી રીતે જાણે છે કે હાલના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે, ત્યારે સૂત્રોએ કહ્યું કે જો અલ્પેશ કૉંગ્રેસ પક્ષમાં જ રહેશે, તો તેમને પણ લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રમાં એનસીપી સાથે ગઠબંધન કરનાર કૉંગ્રેસ ગુજરાતમાં એનસીપી સાથે કોઈ ગઠબંધન નહીં કરે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રાહુલ ગાંધી સાથે ગુજરાત કૉંગ્રેસના નેતાઓની મોટી બેઠક થઈ શકે છે.

[yop_poll id=938]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 10:16 am, Thu, 31 January 19