CM Vijay Rupaniની તબિયત સ્થિર, 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રખાયા બાદ સ્થિતિ જોઈને ડિસ્ચાર્જ કરાશે

|

Feb 15, 2021 | 7:35 AM

CM Vijay Rupaniને વડોદરામાં સભા સંબોધતા સમયે  મુખ્યમંત્રીને ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. જો કે મુખ્યમંત્રીની તબિયત હવે સારી છે. તેમનું બીપી લૉ થયું હતું. યુએન મહેતામાં ચકાસણી દરમિયાન સીએમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે, જો કે આમછતા તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા […]

CM Vijay Rupaniને વડોદરામાં સભા સંબોધતા સમયે  મુખ્યમંત્રીને ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. જો કે મુખ્યમંત્રીની તબિયત હવે સારી છે. તેમનું બીપી લૉ થયું હતું. યુએન મહેતામાં ચકાસણી દરમિયાન સીએમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે, જો કે આમછતા તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ડૉક્ટરે વધુ શ્રમના કારણે થાક અને ડિહાઇડ્રેશનના લીધે સીએમની તબિયત ખરાબ થયાનું કહ્યુ છે. સીએમના મેડિકલ બુલેટિન બાદ પરિસ્થિતિ જોયા બાદ ડિસ્ચાર્જ આપવાની પ્રક્રિયા કરવામાં આવશે. આ તરફ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના સ્વાસ્થ્ય અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેલીફોનીક વાતચીત કરી માહિતી મેળવી છે.વડાપ્રધાને મુખ્યમંત્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથે યોગ્ય આરામ માટે પણ સલાહ આપી છે.

 

 

Next Video