ચીન એ ના ભુલે કે ભારતે પણ પ્રગતિ કરી છે, પૈગોગમાં બીજીવારની સૈન્ય ઘટના બાદ બોલ્યા વિદેશ પ્રધાન એસ. જયશંકર

|

Sep 19, 2020 | 3:13 PM

ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે લદ્દાખના પૈગોગ તળાવ ખાતે બીજીવાર થયેલા ઘર્ષણ બાદ વચ્ચે સીમા વિવાદને લઈને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનને સ્પષ્ટ શબ્દોમા કહ્યુ છે કે, ચીન એ ના ભૂલે કે ભારતે પણ અનેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. એસ જયશંકરે એ વાત ઉપર પણ ભાર મુક્યો છે કે, બન્ને દેશોએ વાતચીતના આઘારે […]

ચીન એ ના ભુલે કે ભારતે પણ પ્રગતિ કરી છે, પૈગોગમાં બીજીવારની સૈન્ય ઘટના બાદ બોલ્યા વિદેશ પ્રધાન એસ. જયશંકર

Follow us on

ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે લદ્દાખના પૈગોગ તળાવ ખાતે બીજીવાર થયેલા ઘર્ષણ બાદ વચ્ચે સીમા વિવાદને લઈને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીનને સ્પષ્ટ શબ્દોમા કહ્યુ છે કે, ચીન એ ના ભૂલે કે ભારતે પણ અનેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. એસ જયશંકરે એ વાત ઉપર પણ ભાર મુક્યો છે કે, બન્ને દેશોએ વાતચીતના આઘારે જ મુદ્દાનો ઉકેલ લાવવો પડશે. દ્વિ પક્ષીય સંબધો માટે એ જરૂરી પણ છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમને સંબોધતા ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ચીનની વિકાસ બાબતે વિશ્વના અન્ય દેશની જેમ અમે પણ જાણીએ છીએ. પાછલા 30 વર્ષમાં ભારતે પણ હરણફાળ ભરી છે તે ચીને યાદ રાખવુ જોઈએ. ચીન તેની વિસ્તારવાદી નીતિ ઉપર ચાલશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. ચીન અને પાકિસ્તાનના નવા જોડાણ ઉપર પુછાયેલા સવાલ અંગે એસ. જયશંકરે કહ્યુ કે, કેટલાક નીતિ નિયમો સમયે તેને પણ યાદ રખાશે.

બીજીબાજુ પૈગોગ તળાવ ખાતે ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે શનિવાર રાત્રે થયેલા ઘર્ષણ અંગે ચીનના વિદેશ પ્રધાને કહ્યું છે કે ચીન હંમેશા શાંતિ ઈચ્છે છે. ચીનના વિદેશ પ્રધાન વૈગ યી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. ત્યાં ભારત અને ચીન વચ્ચે સરહદને લઈને પ્રવર્તી રહેલા તણાવ અંગે કહ્યું કે, ચીન ક્યારેય વાતાવરણ કુલુષિત કરવા ઈચ્છતુ નથી. ચીન તરફથી હંમેશા શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:16 pm, Tue, 1 September 20

Next Article