ચાઈનીઝ એપ્લિકેશન પરનાં પ્રતિબંધને કોંગ્રેસે આવકાર્યો, કહ્યું કે હજુ પણ વધુ કડક પગલા ભરો

|

Jun 30, 2020 | 8:36 AM

કેન્દ્ર સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્લિકેશન બેન કરવાનાં નિર્ણયને કોંગ્રેસ દ્વારા આવકારવામાં આવ્યો છે અને કહ્યું છે કે સરકારે હજુ વધુ કડક પગલા ચીન સામે ઉઠાવવાની જરૂર છે. સરકારે સોમવારે બેન કરી દીધેલી ચાઈનીઝ એપ્લિક્શનમાં ટીકટોક, યુસી બ્રાઉઝર, વી ચૈટ, બીગો લાઈવનો સમાવેશ થાય છે. ભારતે ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચાઈનીઝ એપ્લિકેશનને […]

ચાઈનીઝ એપ્લિકેશન પરનાં પ્રતિબંધને કોંગ્રેસે આવકાર્યો, કહ્યું કે હજુ પણ વધુ કડક પગલા ભરો

Follow us on

કેન્દ્ર સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્લિકેશન બેન કરવાનાં નિર્ણયને કોંગ્રેસ દ્વારા આવકારવામાં આવ્યો છે અને કહ્યું છે કે સરકારે હજુ વધુ કડક પગલા ચીન સામે ઉઠાવવાની જરૂર છે. સરકારે સોમવારે બેન કરી દીધેલી ચાઈનીઝ એપ્લિક્શનમાં ટીકટોક, યુસી બ્રાઉઝર, વી ચૈટ, બીગો લાઈવનો સમાવેશ થાય છે. ભારતે ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચાઈનીઝ એપ્લિકેશનને બેન કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે કોંગ્રેસનાં રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલે કહ્યું હતું કે ભારતીય સેના પર ચીનીઓએ કરેલા હુમલાનાં સંદર્ભમાં આ યોગ્ય પગલું ઉઠાવવામાં આવ્યું છે. ટ્વીટર પર તેમણે લખ્યું છે કે અમે ચીની એપ્લિક્શન પર લગાડવામાં આવેલા બેનનું સ્વાગત કરીએ છે. દેશની સીમામાં ઘુસીને આપણા જવાનો પર હુમલો કરનારાઓ પર હજુ વધુ કડક પગલા ભરવા જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું છે કે ચીની એપ્લિકેશનને પ્રતિબંધિત કરવાનો આઈડિયા સારો છે. ચીની ટેલીકોમ અને ચીની કંપનીઓથી પી.એમ કેયર્સમાં આવવાવાળા ફંડનું શું થશે. આઈડીયા સારો છે કે ખરાબ.

 

Next Article