VIDEO : સુપ્રીમ કોર્ટનો મમતા બૅનર્જીને આંચકો, કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને CBI સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનો આદેશ, આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ

|

Feb 05, 2019 | 6:24 AM

મોદી વર્સિસ મમતા અને સીબીઆઈ વર્સિસ પોલીસ કમિશનરની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચિટફંડ કૌભાંડમાં આરોપી બનાવાયેલા કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે અને ચુકાદો આપી દીધો છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે […]

VIDEO : સુપ્રીમ કોર્ટનો મમતા બૅનર્જીને આંચકો, કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને CBI સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનો આદેશ, આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ

Follow us on

મોદી વર્સિસ મમતા અને સીબીઆઈ વર્સિસ પોલીસ કમિશનરની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે ચિટફંડ કૌભાંડમાં આરોપી બનાવાયેલા કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ અત્યંત કડક વલણ અપનાવ્યું છે અને ચુકાદો આપી દીધો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પોલીસ કમિશનરે CBI સામે પૂછપરછ માટે રજૂ થવું પડશે, તેમની ધરપકડ નહીં થાય, પણ તપાસમાં સીબીઆઈ સાથે સંપૂર્ણ સહયોગાત્મક વલણ અપનાવવું પડશે. આ મામલાની આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

સુનવણી શરુ થતા જ ઍટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે પશ્ચિમ બંગાળના ડીજીપી, મુખ્ય સચિવ અને કોલકાતા પોલીસ કમિશનર વિરુદ્ધ અદાલતની અવમાનની કાર્યવાહીની માંગણી કરી.

તેના પર સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે રાજીવ કુમાર પાસે કોઈ કારણ ન હોવું જોઇએ કે તેઓ તપાસમાં સહકાર ન આપે. તેમણે પૂછપરછ માટે સીબીઆઈ સામે હાજર થવું પડશે.

કોલકાતા સરકાર તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ કરવા માંગે છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ખાતરી આપી કે રાજીવ કુમારની ધરપકડ નહીં કરવામાં આવે.

જુઓ વીડિયો :

[yop_poll id=1089]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 5:57 am, Tue, 5 February 19

Next Article