Budget 2021 : ભાજપ દરેક રાજ્યની રાજધાનીમાં પત્રકાર પરિષદ કરી બજેટના ફાયદા ગણાવશે

|

Feb 04, 2021 | 6:31 PM

Budget 2021 : એકબાજુ કેન્દ્ર સરકાર બજેટ (Union Budget 2021)ને સામાન્ય લોકો અને ખેડૂતોના હિતમાં ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

Budget 2021 : ભાજપ દરેક રાજ્યની રાજધાનીમાં પત્રકાર પરિષદ કરી બજેટના ફાયદા ગણાવશે

Follow us on

ભારતીય જનતા પાર્ટી Union Budget 2021ના ફાયદાઓને દેશના ખૂણે ખૂણે લઈ જવાનું આયોજન કરી રહી છે. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ દરેક રાજ્યોના ભજપ નેતાઓ અને જનપ્રતિનિધિઓને Union Budget 2021ના સમર્થનમાં કાર્યક્રમોનું આયોજન કરવાના નિર્દેશ આપ્યા છે. તારીખ 6 અને 7 ફેબ્રુઆરીના રોજ દેશના દરેક રાજ્યોની રાજધાનીમાં કેન્દ્રીય મંત્રીઓ અને કેન્દ્રીય પદાધિકારીઓ Union Budget 2021 અંગે પત્રકાર પરિષદ કરે અને કેન્દ્રીય બજેટના ફાયદાઓ ગણાવશે.

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ નિર્દેશ આપ્યા છે કે દરેક રાજ્યમાં આ પત્રકાર પરિષદ પહેલા ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે બેઠક કરવામાં આવે. આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી બજેટને સમજાવવામાં આવે અને બજેટલક્ષી સાહિત્ય પણ વિતરણ કરવામાં આવે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ સાથે જ જે. પી. નડ્ડાએ ભાજપા શાસિત રાજ્યો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પણ કેન્દ્રીય બજેટનું સ્વાગત કરવા અને લોકોને બજેટના ફાયદાઓ જણાવવાનું કહ્યું છે.જે. પી. નડ્ડાએ કહ્યું કે આ બજેટ સ્વાસ્થ્યની માળખાગત સંરચના, જળ અભિયાન, રોજગારી, ખેડૂતોની આવક બમણી કરવી અને ગરીબીને સમર્પિત છે. આ તમામ બાબતોનો પ્રચાર કરવો જોઈએ.

Next Article