અમદાવાદ જિલ્લા પંચાયતમાં પોતાના જ પ્રમુખ બનાવવા ભાજપે ઘડી રણનીતિ

|

Mar 04, 2021 | 11:22 AM

અમદાવાદ જિલ્લા પંચાયતમાં, ભાજપ ( BJP ) માટે ગઢ આવ્યો પણ સિહ ગયો જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિને ટાળવા માટે ભાજપે એક રણનીતિ બનાવી છે.

અમદાવાદ જિલ્લા પંચાયતમાં, સત્તા મેળવ્યા બાદ પ્રમુખ કોંગ્રેસના બનાવવા પડે તેવી સ્થિતિને ટાળવા માટે ભાજપે ( BJP ) રણનીતિ ઘડી કાઢી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભાજપ માટે જિલ્લા પંચાયતની સૌથી મજબુત અને વિશ્વનિય બેઠક પરથી જીતેલા ઉમેદવારને રાજીનામુ અપાવીને તેના સ્થાને અનામતવર્ગની મહિલાને ચૂંટણી લડાવીને જીતાડવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.  અમદાવાદ જિલ્લા પંચાયતનુ પ્રમુખપદ આ વખતે આદીજાતીની મહિલા માટે અનામમત છે. ભાજપ માટે ગઢ આવ્યો પણ સિહ ગયા જેવો ઘાટ થયો છે. જિલ્લા પંચાયતના ચૂંટણીના પરિણામ જાહેર થતા જ ભાજપની આદીજાતીની મહિલા ઉમેદવારનો કારમો પરાજ્ય હતો. આથી ના છુટકે કોંગ્રેસમાંથી જીતેલા આદીજાતીની મહિલા ઉમેદવારને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિને નિવારવા માટે ભાજપના કેટલાક રણનીતિકારોએ નવી જ રણનીતિ વિચારી છે. સૂત્રોના કહેવા મુજબ, ભાજપ કોઈ એક ઉમેદવારનુ રાજીનામુ અપાવડાવીને તેના સ્થાને આદીજાતી મહિલા ઉમેદવારને ચૂંટણી લડાવીને જીતાડીને પ્રમુખ બનાવવાની તૈયારીઓ શરુ કરી છે.

Published On - 11:21 am, Thu, 4 March 21

Next Video