Ahmedabadમાં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર, વોર્ડ દીઠ આગેવાનોએ લીધી પ્રચારની જવાબદારી

|

Feb 18, 2021 | 12:44 PM

અમદાવાદના ( Ahmedabad ) લાંભા વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારોએ બળીયાદેવના દર્શન કરી શરૂ કર્યો હતો ચૂંટણી પ્રચાર. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ .પટેલ અને દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની આગેવાનીમાં બાઈક રેલી યોજાઇ હતી.

Ahmedabad નાં લાંભા વોર્ડમાં મહાનગર પાલિકાની ચૂંટણી પ્રચાર માટે ભાજપ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. સાંસદ એચ.એસ.પટેલ અને ધારાસભ્ય બાબુ જમનાની આગેવાનીમાં આ બાઈક રેલી યોજાઇ હતી

લાંભા વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારોએ બળીયાદેવના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો, લાંભા બલિયાદેવ મદિરથી લઈ ગ્યાસપુર ગામમાં ફરી ઉમેદવારો કરશે ચૂંટણી પ્રચાર, આ બાઈક રેલીમાં  મોટી સંખ્યામા ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા, આ રેલીમાં સાંસદ, ધારાસભ્ય, ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Next Video