
સામ પિત્રોડાએ કથિત રીતે ભારતીયોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર ટિપ્પણી કરી છે. તેમને ‘વાંદરાના હાથમાં નવુ રમકડુ’ ગણાવ્યુ છે. સોશિયલ મીડિયા પર તેમના આ નિવેદનની ખુબ આલોચના થઈ રહી છે.
સામ પિત્રોડાના આ નિવેદન પર ભાજપના નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના ઓવરસીઝ વિંગના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું કે ભારત કનેક્ટિવિટીનો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યું નથી, પણ તમે જાણો છો કે આજની દુનિયામાં આ એક નવું બિંદુ છે. તેથી અચાનક તમે બધા જ વાંદરાઓને એક નવું રમકડુ આપ્યુ છે. તે નથી જાણતા કે શું કરવાનું છે.
સામ પિત્રોડાએ કહ્યું કે તમને એ જાણવામાં 5-10 વર્ષ લાગશે કે તમે આજે જે કરી રહ્યા છો તેનાથી વધારે કરી શકો છો. આજે આ એક મનોરંજન છે. ખોટું સોશિયલ મીડિયા પર ખોટું ઝડપથી ફેલાય છે.
રેલવે મંત્રી પીયૂષ ગોયલે સામ પિત્રોડાની આ ટિપ્પણી પર આલોચના કરતા કહ્યું કે જો ગુરૂ આવુ વિચારે છે તો તેમના શિષ્ય પણ તેમના વિચાર પર ચાલશે. શું કોઈ એમ ઈચ્છે છે કે વંશવાદ આપણી પર શાસન કરે ? ભારતીયોને વાંદરા કહીને તેમને ભારતીયોનું અપમાન કર્યુ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]