રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં યુદ્ધ છેડાઈ ગયું!

|

Jun 21, 2019 | 4:32 PM

રાહુલ ગાંધીએ વિશ્વ યોગ દિવસને ઉલ્લેખીને એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટના લીધે રાજકારણ ગરમાયું છે અને ભાજપના નેતા સહિત કાર્યકરોએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ આ ટ્વિટને વખોડી કાઢ્યું છે. રાહુલ ગાંધીએ ભારતીય આર્મીનો એક ફોટો શેર કર્યો હતો જેમાં એક બાજુ ડોગ અને એક બાજુ આર્મીના જવાનો યોગાસનો કરી […]

રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં યુદ્ધ છેડાઈ ગયું!

Follow us on

રાહુલ ગાંધીએ વિશ્વ યોગ દિવસને ઉલ્લેખીને એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટના લીધે રાજકારણ ગરમાયું છે અને ભાજપના નેતા સહિત કાર્યકરોએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ આ ટ્વિટને વખોડી કાઢ્યું છે. રાહુલ ગાંધીએ ભારતીય આર્મીનો એક ફોટો શેર કર્યો હતો જેમાં એક બાજુ ડોગ અને એક બાજુ આર્મીના જવાનો યોગાસનો કરી રહ્યાં છે. આ ટ્વિટના કેપ્શનમાં રાહુલ ગાંધીએ લખ્યું કે ‘ન્યૂ ઈન્ડિયા’. ભાજપ આને સેનાનું અપમાન ગણાવી રહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આ ટ્વિટને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રાજનાથ સિંહ અને પરેશ રાવલે પણ પ્રહારો કર્યા છે. અમિત શાહે લખ્યું કે આ ટ્વિટમાં કોંગ્રેસની નકારાત્મકતા સામે આવી રહી છે. તીન તલાક બિલ વખતે પણ કોંગ્રેસ નકારાત્મક જોવા મળી હતી. હવે યોગ દિવસનો પણ મજાક ઉડાવી રહ્યાં છે. તેઓ આપણી સેનાનું અપમાન કરી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કિરણ રિજ્જુએ પણ રાહુલ ગાંધી પર નિશાન તાકીને લખ્યું કે મારી પાસે આની નિંદા કરવા માટે કોઈ શબ્દો નથી. મને વિશ્વાસ નથી આવી રહ્યો કે કોઈ પોતાની સેનાનું અપમાન કરી શકે છે. જો કે કોંગ્રેસ પાર્ટી માટે આ નવું નથી. કિરણ રિજ્જુએ પણ આ વાત લખીને કોંગ્રેસની આકરી ટિકા કરી હતી. આમ રાહુલ ગાંધીના એક ટ્વિટના લીધે યોગ દિવસે આર્મીને અપમાનનો મુદ્દો લઈને ભાજપે રાહુલ ગાંધીને સેના વિરોધી ગણાવી દીધા. કોંગ્રેસ પાર્ટીને પણ નેતાઓએ વખોડી કાઢી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article