અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં 175થી વધુ બેઠકો જીતવા માટે ભાજપનો લક્ષ્યાંક

|

Jan 28, 2021 | 3:08 PM

અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) ચૂંટણીમાં ભાજપે (BJP) 175 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ભાજપે ઘડેલી રણનીતિના કારણે, આ વખતે કોંગ્રેસ તેનો ગઢ પણ સાચવી નહી શકે, તેવો દાવો ભાજપના અમદાવાદ શહેરના પ્રભારી આઈ કે જાડેજાએ કર્યો છે.

આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) ચૂંટણીમાં, 175થી વધુ બેઠક જીતવા માટેનો લક્ષ્યાંક ભાજપે (BJP) નક્કી કર્યો છે. 2015ની ચૂ્ંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 142થી વધુ બેઠકો અંકે કરી હતી. જ્યારે કોંગ્રેસે 48 બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે 2015માં જે બેઠકો પર જીત મેળવી હતી તે પૈકીની કેટલીક બેઠકો પર ભાજપે જીત મેળવવાની રણનીતિ ઘડી છે. તો 2015માં જે વોર્ડમાં ભાજપની પેનલ તૂટી હતી તે ના તુટે તેવા ઉમેદવારો નક્કી કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના પ્રભારી આઈ કે જાડેજાએ, દાવો કર્યો છે કે, પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ તેમાં કાર્યકર્તામા અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક કાર્યકર્તા ચૂંટણી લડવા ઈચ્છે જે દર્શાવે છે કે કાર્યકર્તા ચૂંટણી જંગ જીતવા માટે થનગની રહ્યાં છે. ગત સમયે સંધર્ષનો સમય હતો. પાટીદાર આંદોલનને કારણે ભાજપને થોડીક તકલીફ પડી હતી. આ વખતે કોંગ્રેસને તેનો ગઢ સાચવવાની જ તકલીફ થઈ છે.

Next Video