અમિત શાહ પશ્ચિમ બંગાળમાં દેખાડશે પોતાનું સિંઘમરુપ, આપી ખુલ્લી ચેલેન્જ કે ‘બંગાળ આવીશ, જય શ્રીરામ બોલીશ, દીદીમાં હિમ્મત હોય તો ધરપકડ કરી લે’

|

May 13, 2019 | 12:20 PM

લોકસભા ચૂંટણીના મતદાનમાં હવે અંતિમ તબક્કાનું જ મતદાન બાકી રહ્યું છે. છેલ્લાં તબક્કામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહનું હેલિકોપ્ટર ઉતરવાની પરમિશન પશ્ચિમ બંગાળમાં આપવામાં આવી નથી તેને લઈને રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળમાં જોયનગર ખાતે સભા કરી હતી અને તે રેલીમાં અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને  ચેેલેન્જ આપી છે. તેમણે […]

અમિત શાહ પશ્ચિમ બંગાળમાં દેખાડશે પોતાનું સિંઘમરુપ, આપી ખુલ્લી ચેલેન્જ કે બંગાળ આવીશ, જય શ્રીરામ બોલીશ, દીદીમાં હિમ્મત હોય તો ધરપકડ કરી લે

Follow us on

લોકસભા ચૂંટણીના મતદાનમાં હવે અંતિમ તબક્કાનું જ મતદાન બાકી રહ્યું છે. છેલ્લાં તબક્કામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહનું હેલિકોપ્ટર ઉતરવાની પરમિશન પશ્ચિમ બંગાળમાં આપવામાં આવી નથી તેને લઈને રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળમાં જોયનગર ખાતે સભા કરી હતી અને તે રેલીમાં અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને  ચેેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે મમતા દીદી કહે છે બંગાળમાં જય શ્રીરામ નથી બોલી શકાતું. હું આ મંચ પરથી જય શ્રીરામ બોલી રહ્યો છું અને અહીંથી કોલકાત્તા જવાનો છું. મમતા દીદી હિમ્મત હોય તો ધરપકડ કરી લેજો.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

આ પણ વાંચો: મૃત્યુ પામેલી એક ટોચની ભારતીય અભિનેત્રીની ફિલ્મ ચીનના સિનેમાઘરોમાં મચાવી રહી છે ધૂમ, ઘણી મોટી ફિલ્મોના પણ તોડ્યા રેકોર્ડ

મમતા બેનર્જીના ભત્રીજા જ્યાથી લડી રહ્યાં છે ત્યાં રેલી કરવાની પરમિશન રદ કરી દેવાઈ

અમિત શાહની રેલી જાધવપુર સીટ ખાતે થવાની હતી અને તે બાબતે અમિત શાહે કહ્યું કે મારી અહીંયા ત્રણ રેલી થવાની છે. જયનગરમાં તો આવી ગયો પણ બીજી જગ્યાએ મમતા દીદીના ભત્રીજા લડી રહ્યાં છે. ત્યાં અમારા જવાથી મમતા દીદી ડરે છે કે કારણ કે ત્યાં ભાજપવાળા એકઠા થઈ જાય અને તખ્ત પલટો થઈ જાય.

TV9 Gujarati

 

19મેના રોજ છેલ્લાં તબક્કાના ચરણમાં બંગાળની કુલ 9 સીટ પર મતદાન યોજાવાનું છે. બંગાળમાં શાહની રેલીની મંજૂરી રદ કરી દેવાઈ તે બાબતે ભાજપે કહ્યું કે ચૂંટણી પંચ તૃણમુલ કોંગ્રેસના અલોકતાંત્રિક ફેસલાઓ બાબતે માત્ર મૂકદર્શક બનીને રહી ગયું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article